<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

મોરબીમાં ૪૩ વર્ષના યુવરાજસિંહ ઝાલાનો એસિડ પી આપઘાત

બે પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં શોકની કાલીમા

 

 

રાજકોટ તા. ૨૯: મોરબીમાં  રહેતાં એક યુવાને એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં આ યુવાનનું રાજકોટમાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોરબીમાં પાપાજી ફનવર્લ્‍ડ નજીક રહેતાં યુવરાજસિંહ ભરતસિંહ ઝાલા (ઉ.વ.૪૩) નામના યુવાને ગઇકાલે બપોરે બારેક વાગ્‍યે ઘરે એસિડ પી લેતાં ઉલ્‍ટીઓ કરવા માંડતાં તેમના પત્‍નિને જાણ થઇ હતી. આથી તેમણે દિયર સહિતના સગાને જાણ કરતાં યુવરાજસિંહને મોરબી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ સવારે મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

ખાનગી હોસ્‍પિટલ મારફત જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્‍સ. મિહીરસિંહ બારડે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવરાજસિંહ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેઓ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકરી છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. આપઘાતનું કારણ જાણવા મોરબી પોલીસ વધુ તપાસ કરશે. (૧૪.૫)

 

 

(10:58 AM IST)