News of Wednesday, 29th October 2025
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ‘માવઠા'નો ભારે રાઉન્ડ ત્રાટકશે ? પોરબંદર-દ્વારકા પર મુખ્ય ખતરો ?
ખેડૂતો માટે ચિંતાજનક : રાજયમાં આવતીકાલથી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ

રાજકોટઃ રાજયના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સોમ આવી રહ્યા છે. હવામાન વિભાગના તાજા અભ્યાસ અને વિવિધ વેધર મોડેલ્સ અનુસાર તા. ૩૦ ઓકટો બર, ગુરૂવારના બપોર બાદથી એક નવી વેધર સિસ્ટમ્સ ગુજરાતના દરિયાકાંઠા નજીક સક્રિય થઇ રહી છે. આ સિસ્ટમ્સના પ્રભાવ હેઠળ રાજયના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને કમોસમી વરસાદનો દોર શરૂ થશે તેવી પૂરી સંભાવના હોવાનું જાણીતા હવામાન નિષ્ણાત વજુભાઇ બારૈયા જણાવે છે.
આ સિસ્ટમ્સના મુખ્ય ટ્રેક સોરાષ્ટ્રના દરિયા કાઠાના વિસ્તારોઃ વિશેષ મળતી વિગતો મુજબ અને હાલના અભ્યાસ મુજબ આ સિસ્ટમ્સનો મુખ્ય ટ્રેક સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, ખાસ કરીને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની આસપાસ રહેશે. જેના પરિણામે તા. ૩૦ ઓકટોબર ૩૧ ઓકટોબર અને ૧ નવેમ્બર દરિયાન આ વિસ્તારોમાં ‘માવઠા' રૂપી વરસાદનો એક ભારે રાઉન્ડ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ સંભાવના હોવાનું પણ જણાવાય છે.
કચ્છ અને અંદરના વિસ્તારોમાં પણ અસરઃ આ સિસ્ટમ્સની અસર માત્ર પોરબંદર-દ્વારકા પૂરતી સીમિત નહીં રહે સૌરાષ્ટ્રને અડીને અવોલા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ આ સિસ્ટમ્સ થકી માવઠારૂપી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અંદરના ભાગો જેવા કે જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો તેમજ ગુજરાતના અન્ય અંદરના વિસ્તારોમાં પણ હળવાથી મધયમ વરસાદની શકયતા નકારી શકાય તેમ નથી.
ખેતી પાકને નુકશાનની ભીતિઃ આ કસમમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. હાલ શિયાળું પાકોના વાવેતરની તૈયારી ચાલી રહી છે. તથા કેટલા તૈયાર પાક ખેતરોમાં અને માર્કેટિંગ યાર્ડમાં પડયા છે, ત્યારે આ માવઠું ખેતીને નુકશાન પહોંચાડી શકે છે. તંત્ર દ્વારા ખેડૂતોને પોતાનો તૈયાર માલ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તાકીદ કરવામાં આવી છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
