<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

મહુવા તાલુકામાં પાકના નુકશાનનું નિરીક્ષણ કરતા જીતુભાઇ વાઘાણી

મહુવા તાલુકામાં કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્‍થિતિ અંગે કળષિમંત્રીએ બેઠક યોજીઃ મહુવાના ભાદ્રોડ ગામે ખેડૂતો સાથે ચર્ચા કરી પરિસ્‍થિતિનો તાગ મેળવતાકૃષિમંત્રી

મહુવા, તા., ર૯:  ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કમોસમી વરસાદ થયો છે ત્‍યારે તાલુકા સેવા સદન મહુવા ખાતે કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક બાદ કળષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ મહુવાના ભાદ્રોડ ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્‍થાનિકો સાથે ચર્ચા કરી હતી.

આ તકે કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજીને મહુવા, જેસર અને ગારિયાધાર તાલુકામાં થયેલ કમોસમી વરસાદ તેમજ ખેડૂતોને થયેલ નુકસાન અંગે વિસ્‍તળત માહિતી મેળવી હતી.

કળષિ મંત્રીશ્રીએ મહુવાના ભાદ્રોડ ગામની મુલાકાત લઈને ખેડૂતના ખેતર પર જઈને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો.

આ તકે જિલ્લા કલેકટર શ્રી ડો. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ધારાસભ્‍ય  શિવાભાઈ ગોહિલ, ધારાસભ્‍ય  સુધીરભાઈ વાઘાણી, આગેવાન  દિગ્‍વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી ધવલ રવૈયા સહિત જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.તેમ મહુવાના રહીમ વસાયાની યાદીમાં જણાવાયું છે.

(11:23 AM IST)