<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ચોટીલાના સિધ્‍ધનાથ જીનમાં થયેલી વાયર ચોરીમાં ત્રણ ઝડપાયા

વઢવાણ તા. ર૯ : પોલીસે ચોરી કરેલા આશરે ૧૦૦ કિલોગ્રામ તાંબાના વાયર, જેની કિંમત ૭૦,૦૦૦ રૂપિયા છે, અને ત્રણ મોબાઇલ ફોન, જેની કિંમત ૧૦,૫૦૦ રૂપિયા છે, તે જપ્ત કર્યા છે. કુલ ૮૦,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્‍યો છે. પકડાયેલા આરોપીઓમાં સુરેશભાઈ મનસુખભાઈ માથાસુરિયા (રહે. થાનગઢ), હમીરભાઈ ધનજીભાઈ માથાસુરિયા (રહે. દેવસર, ચોટીલા) અને ગજુભાઈ ઉર્ફે સુરેશભાઈ બચુભાઈ સોલંકી (રહે. મોરબી) નો સમાવેશ થાય છે.

આ ગુના અંગે ચોટીલા પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધવામાં આવ્‍યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. સુરેન્‍દ્રનગરના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્‍કોડના ઇન્‍ચાર્જ પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એન.એ. રાયમા, હેડ કોન્‍સ્‍ટેબલ પ્રવીણભાઈ કોલા, દેવરાજભાઈ જોગરાજીયા, કોન્‍સ્‍ટેબલ કુલદીપભાઈ બોરિયા અને વજાભાઈ સાનિયા સહિતના સ્‍ટાફે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

(11:42 AM IST)