<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ભાજપની ખેડૂત વિરોધી નિતીના કારણે ખેડૂતો બરબાદ થયાઃ મુકુલ વાસનીક

સરકાર ખેડૂતો માટે તાત્‍કાલિક સ્‍પેશિયલ પેકેજ જાહેર કરે, દેવા માફ કરે, પાકવીમાં યોજના લાગુ કરેઃ અમિતભાઈ ચાવડાઃ બોટાદ કાંડ માટે ભાજપ સરકાર જવાબદારઃ ડો. તુષારભાઈ ચૌધરીઃ બોટાદના હડદડમાં કોંગ્રેસનું સંમેલન

રાજકોટ તા. ર૮: બોટાદના હડદડ ખાતે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કળષક આંદોલનના ક્ષેત્રિય મહાપંચાયતમાં સંબોધન કરતા શ્રી મુકુલ વાસનિકે જણાવ્‍યું કે મહાપંચાયતમાં જે કોઈ મુદ્દાઓ મુકવામાં આવ્‍યા છે એ મુદ્દાઓને ખડગેજી અને રાહુલજીનું પૂરું સમર્થન છે.

વધુમાં ગુજરાતમાં અતિવળષ્ટિ અને તાજેતરમાં માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થતું છે ત્‍યારે સરકાર સામે માંગણી કરીયે છીએ કે ખેડૂતોના બેંકના દેવા માફ કરવામાં આવે અને જો સરકાર આ મામલે કોઇ નિર્ણય નહિ લે તો આગામી સમયમાં આક્રમક આંદોલન કરીશું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ  અમિતભાઈ ચાવડાએ જણાવ્‍યું કે થોડા દિવસો અગાઉ બોટાદના હડદડમાં  એક પૂર્વનિયોજિત ષડયંત્ર કરવામાં આવ્‍યું તોફાનો કરવાવાળા બહારના હતા પથ્‍થરો બહારના હતા પરંતુ માર ખેડૂતો,મહિલાઓ અને દીકરીઓને મારવામાં આવ્‍યો અત્‍યાચાર કરવામાં આવ્‍યો આ ઘટનાને અમે વખોડિયે છીએ વધુમાં હડદડ ગામના જે ખેડૂતો જેલમાં છે તેમને છોડાવવા માટે કાયદાકીય રીતે જે કંઈપણ કરવું પડે અન્‍ય જે મદદ કરવી પડે એ કોંગ્રેસ પાર્ટી કરશે એની હું ખાત્રી આપું છું.

વધુમાં રાજ્‍યમાં માવઠાના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો છે ત્‍યારે રાજ્‍ય સરકાર તાત્‍કાલિક સર્વે કરાવે અને વળતરના બદલે સ્‍પેશિયલ પેકેજની જાહેરાત કરે એવી માંગણી કરીયે છીએ સાથે જેના ખેતરમાં જેટલું નુકસાન એટલું વળતર આપે આ વર્ષની ખેડૂતોની બેંકની લોન માફ કરવામાં આવે રાજ્‍ય સરકાર બજેટમાં પોતાના પૈસે પાકવીમાની શરૂઆત કરે અને ખોટી જમીન માપણી રદ્દ કરવામાં કરે. ખેડૂતો ભાજપ સરકારથી એટલી હદે ત્રસ્‍ત થઈ ગયા છે કે ખેડૂતોએ ચાલુ સભામાં નેપાળવાળી કરવાની વાત કરી એના પ્રત્‍યુત્તરમાં શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્‍યું કે લોકોની વાત નહિ સાંભળે લોકોની તકલીફો નહીં સમજે લોકોના પ્રશ્‍નોનું નિવારણ નહીં લાવે ચારે બાજુ જે લૂંટ ચલાવી છે બંધ નહીં કરે આપણા ટેક્‍સના પરસેવાના પૈસામાંથી જે ભ્રષ્ટાચાર કરે છે એ બંધ નહીં કરે તો જનતાનો આક્રોશ ફાટી નીકળશે અને ૨૦૨૭ તો દૂરની વાત છે હમણાં  ૨૦૨૬માં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચુંટણીઓમાં જ ભાજપના સુપડા સાફ થઈ જશે.

સરકારને ૨ મહિનાનો સમય આપીએ છીએ કે રાજ્‍યના ખેડૂતોની જે કંઈ સમસ્‍યાઓ છે એનું નિરાકરણ લાવો નહીં તો જાન્‍યુઆરીમાં સત્તા બદલવા માટે આખા રાજ્‍યના ખેડૂતોને ગાંધીનગર લઈને આવીશું અને ગાદી છોડાવી દઈશું.

ડો. તુષારભાઈ ચૌધરીએ જણાવ્‍યું કે ભાજપની માનસિકતા ખેડૂત વિરોધી છે અને બોટાદકાંડ માટે સરકાર જ જવાબદાર છે થોડા દિવસ અગાઉ નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્‍ય અર્થતંત્ર મહેસાણા દ્વારા દરેક ચેરમેનને પત્ર લખવામાં આવ્‍યો હતો જેમાં સ્‍પષ્ટ લખવામાં આવ્‍યું હતું કે જેતે પાકની ક્‍વોલિટી તપાસી ભાવ બોલવો અને બાદમાં તેમાં ક્‍વોલિટી ભેળસેળ કે અન્‍ય કોઈ બહાને કોઈપણ જાતનો ભાવફેર કડદો કરવાનો રહેશે નહીં સહકાર વિભાગે તમામ વિસ્‍તારમાં પત્ર મોકલવાનો થતો હતો પણ અહીંયા મોકલ્‍યો નહિ જો મોકલ્‍યો હોત તો બોટાદમાં આ ઘટના ન બની હોત.

સંમેલનનું આયોજન પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલભાઈ રાજ્‍યગુરૂ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્‍યો દ્વારા ખૂબ જ મહેનતથી કરવામાં આવ્‍યું જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક, ઘ્‍ન્‍ભ્‍ નેતા ડો. તુષારભાઈ ચૌધરી, રાજ્‍યસભા સાંસદ  શક્‍તિસિંહ ગોહિલ, સૌરાષ્‍ટ્ર પ્રભારી  ભુપેન્‍દ્ર મારાવી, સેવાદળ અદયક્ષ લાલજીભાઈ દેસાઈ, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, સાંસદ ગેનીબેન ઠાકોર,  ધારાસભ્‍ય જીગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્‍ય  ઋત્‍વિકભાઈ મકવાણા,વરિષ્ઠ આગેવાનો તેમજ જિલ્લા, તાલુકાના હોદ્દેદારો અને મોટી સંખ્‍યામાં ખેડૂતો જોડાયા હતા. (૭.૧૭)

(3:50 PM IST)