<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માવઠાનાં માહોલ સાથે ઠંડા પવનના સૂસવાટા

છૂટો છવાયો વરસતો હળવો-ભારે વરસાદઃ ખેડૂતોનાં મગફળી, કપાસનાં પાકને નુકશાન

 

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માવઠાના માહોલ વચ્‍ચે આજે સવારથી ઠંડા પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે. છૂટોછવાયો હળવો ભારે વરસાદ વરસી જાય છે. કમોસમી વરસાદથી પાકને ભારે નુકશાન થયુ છે.

ટંકારા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ રાજ્‍યભરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન માવઠાનાં ઝાપટાં પડતાં હવામાનમાં ઠંડક છવાઈ ગઈ છે. ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્‍તારોમાં હળવા થી મધ્‍યમ વરસાદની ગતી જોવા મળી છે. જીલ્લા કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે સર્વાધિક ૫૨ મિમી વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ સારું વરસાદી વાતાવરણ જોવા મળ્‍યું હતું ラ સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં ૪૮ મિમી, જ્‍યારે તલાલામાં ૪૭ મિમી વરસાદ નોંધાયો.

અમદાવાદ જિલ્લામાં બાવળા અને ધોળકા બંનેમાં ૪૦ થી ૪૨ મિમી, જ્‍યારે પાટણના રાધનપુરમાં ૪૦ મિમી વરસાદ પડ્‍યો હતો. જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, વિસાવદર, ભેંસાણ, માલીયા હાટીના અને કેશોદ સહિત અનેક સ્‍થળોએ ૨૪ થી ૩૭ મિમી વરસાદ નોંધાયો. સુરેન્‍દ્રનગરના વઢવાણમાં ૩૪ મિમી અને ચુડા-સાયલા વિસ્‍તારમાં આશરે ૨૦ મિમી વરસાદ પડ્‍યો હતો. ભરુચના વાલિયા અને મુખ્‍ય શહેરમાં ૨૪ થી ૩૩ મિમી વરસાદ નોંધાયો હતો. કચ્‍છના ભચાઉમાં ૨૯ મિમી, ગીર સોમનાથના કોડીનાર અને ઉના વિસ્‍તારમાં ૨૦ થી ૨૭ મિમી વરસાદ પડ્‍યો હતો.

આ ઉપરાંત અમરેલીના જાફરાબાદ, રાજુલા અને સાવરકુંડલા વિસ્‍તારોમાં ૯ થી ૧૮ મિમી, જ્‍યારે ભાવનગરના શિહોરમાં ૧૭ મિમી વરસાદ પડ્‍યો હતો. પંચમહાલના મોરવા (હડફ) અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા વિસ્‍તારમાં પણ ૯ થી ૨૦ મિમી વરસાદ નોંધાયો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ સતત બે દિવસના ભારે વરસાદ બાદ  મંગળવારે ભાવનગર શહેર અને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્‍યો છે.  સિહોરમાં પોણો ઈંચ વરસાદ પડ્‍યો છે. જ્‍યારે અન્‍ય તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસ્‍યા હતા. ભાવનગર જિલ્લામાં હજુ પણ ત્રણ દિવસ વરસાદની આગાહી છે. ગોહિલવાડ પંથક ના ગ્રામ્‍ય પંથક માં છૂટો છવાયો વરસાદ પડ્‍યો છે. સિહોરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલભીપુરમાં ૪, ઉમરાળા ૩, ભાવનગર શહેર ૨, ઘોઘા ૩, સિહોર ૧૭ , ગારીયાધાર ૧, તળાજા ૩ અને જેસરમાં ૭ મી.મી. વરસાદ નોંધાયો છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા કેશોદ :..    કેશોદ વિસ્‍તારમાં છેલ્લા ૨૪ કલાક માં એક ઇંચ કમોસમી વરસાદ વરસાદ બાદ આજે સવારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળેલ છે. અત્રે ગત શનિવારથી ઊભો થયેલ વરસાદી માહોલની સ્‍થિતિ આજે પણ યથાવત જોવા મળેલ છે. ગઈકાલે સવારના ૬ થી આજ સવારના ૬વાગ્‍યા દરમિયાન એક ઇંચ જેવો ઝરમરિયો વરસાદ વરસ્‍યા બાદ આજે સવારે પણ છ થી સાત વાગ્‍યા ની વચ્‍ચે વધુ ૩ મી. મી. જેવો વરસાદ વરસેલ હતો. વાદળિયા વાતાવરણ વચ્‍ચે આજે પંચમાં દિવસે પણ સવારે સૂર્ય દર્શન થવા પામેલ નથી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત તાપમાન રર.પ, મહત્તમ તાપમાન ર૬, ભેજનું પ્રમાણ ૮૭ ટકા, પવનની ગતિ ૧૦.૬ કિ. મી. હતી.

(1:27 PM IST)