હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પુ. જલારામ બાપાઃ અખંડ સદાવ્રત, દાનનો ત્યાગ અને દૈવી પરચાઓની અજોડ ગાથા
મૂર્તિ પૂજા કરતાં ભૂખ્યાને રોટલો આપવો એ જ સાચી પૂજા છે

કરોડો લોકોના હૃદયમાં અખૂટ શ્રદ્ધાનું સ્થાન ધરાવતા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિ, તેમના જીવન, સેવા અને સંદેશના ઓછા જાણીતા પ્રસંગો વિશે જાણી આપણા જીવનને ધન્ય બનાવવાનો દિવસ છે.
૪ નવેમ્બર ૧૭૯૯, કારતક સુદ સાતમ ના રોજ જન્મેલા પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૬ મી જન્મ જયંતિએ તેમને સત સત નમન. પુ. જલારામ બાપા માત્ર એક સંત જ ન હતા પણ માનવતા અને નિઃસ્વાર્થ સેવાનો જીવંત પરચો હતા. આજના દિવસે તેમના આદર્શો અને સંદેશાઓનું સ્મરણ કરવું એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે.
પુ. જલારામ બાપાના જીવનના અજાણ્યા કિસ્સાઓની એક ઝલક..
ગૃહસ્થ જીવનમાં અરુચિઃ પુ. જલારામ બાપાને નાનપણથી જ ભગવાન રામ પ્રત્યે અપાર ભક્તિ હતી અને સંતોની સેવા પ્રત્યે લગાવ હતો. તેમને પોતાના પિતા પ્રધાન ઠક્કરના વેપાર કે ગૃહસ્થ જીવનમાં ખાસ રસ નહોતો.
કાકાનું શરણ અને લગ્નઃ પિતાથી અલગ થયા પછી, તેમના કાકા વાલજીભાઈએ તેમને પોતાના ઘરે રાખ્યા. ૧૬ વર્ષની ઉંમરે, ઈ.સ. ૧૮૧૬માં, તેમના લગ્ન વીરબાઈ મા સાથે થયા, જેઓ પણ ધાર્મિક સ્વભાવના હતા અને તેમના સેવાકાર્યમાં પૂરતો સાથ આપ્યો.
ગુરુ મંત્ર અને સદાવ્રતઃ૧૮ વર્ષની ઉંમરે તેઓ જેતપુરના ફતેપુર ગામના પુ.ભોજા ભગતના શિષ્ય બન્યા. ભોજા ભગતે તેમને ગુરુ મંત્ર અને શ્રી રામનું નામ આપ્યું. ગુરુના આશીર્વાદથી તેમણે વીરપુરમાં ઈ.સ. ૧૮૨૦(સંવત ૧૮૭૬) કોઈ પણ ધર્મના ભેદભાવ વગર સદાવ્રત (અન્નક્ષેત્ર)ની શરૂઆત કરી.
ધ્યેય પ્રત્યે સમર્પણઃ યુવાન જલારામ બાપાને પારિવારિક વ્યવસાયમાં રસ નહોતો, તેમનું હૃદય સેવામાં હતું. તેમણે પોતાના ધ્યેય માટે પોતાનું ઘર પણ છોડી દીધું.
યુવાનો માટે સંદેશઃ તમારું સાચું લક્ષ્ય ઓળખો. ભલે તે સેવા, કળા, વિજ્ઞાન કે વ્યવસાય હોય, તેના પ્રત્યે સંપૂર્ણ સમર્પણ રાખો.
નાત-જાતથી પર રહોઃ બાપાએ જ્ઞાતિ કે ધર્મ જોયા વિના સૌને રોટી આપી. સમાજને વિભાજનમાંથી મુક્ત કર્યા. દરેક માનવીને સમાન ગણીને, એકતા અને બંધુત્વને મજબૂત બનાવ્યો
સાદગી અને સાહસઃ વૈભવનો ત્યાગ કરીને સાદું જીવન જીવવું એ મોટું સાહસ છે. દેખાડાથી દૂર રહો. સાદગીમાં ગૌરવ અનુભવો અને જીવનમાં સત્ય, નીતિમત્તા અને સેવાના માર્ગે ચાલવાનું સાહસ કેળવો તે તેમનો સંદેશ છે.
ભક્તિ અને કર્મનો સંગમઃ બાપાની ભક્તિ માત્ર પૂજા સુધી સીમિત નહોતી, પણ તે સેવારૂપી કર્મમાં પરિવર્તિત થઈ. માત્ર વાતો કે વિચારોથી નહીં, પણ સકારાત્મક કર્મો દ્વારા તમારા આદર્શોને જીવંત કરો. ભક્તિ (શ્રદ્ધા) અને શક્તિ (કર્મ) નું સંતુલન સાધવું તે તેમનો સંદેશ છે.
પુ. જલારામ બાપાનું જીવન ભક્તિ, સેવા અને અનેક પરચાઓ (ચમત્કારો)થી ભરેલું હતું, જેમાથી થોડા મુખ્ય પરચાની વાત કરીએ.
૧. અક્ષયપાત્રનો પરચોઃ સદાવ્રત શરૂ કર્યા પછી, જલારામ બાપાના ઘરે અનાજ, ઘી, ગોળ વગેરેનો ખૂટ્યા વિનાનો ભંડાર રહેતો હતો. એવું માનવામાં આવે છે કે તેમની નિષ્ઠા અને ચમત્કારી શક્તિને કારણે તેમના ઘરમાં અન્નની ક્યારેય ખોટ નહોતી થતી, જેનાથી તેઓ હજારો લોકોને ભોજન કરાવી શકતા.
૨. ભગવાન દ્વારા કસોટી અને ઝોળી-ધોકોઃ એક વખત, ભગવાન રામે વૃદ્ધ સંતનું રૂપ ધારણ કરીને જલારામ બાપાની કસોટી કરી. આ સંતે જલારામ બાપા પાસે તેમની પત્ની વીરબાઈ માં ની સેવા માટે માગણી કરી. બાપા અને વીરબાઈ માં બંનેએ સહર્ષ આ માગણી સ્વીકારી. થોડા અંતર સુધી વીરબાઈ માં ને પોતાની સાથે લઈ ગયા પછી, તે સંત અદ્રશ્ય થઈ ગયા, પરંતુ તેમણે ત્યાં ઝોળી અને ધોકો (લાકડી) છોડી દીધા. આ વસ્તુઓ જલારામ બાપાને ગુરુ તરફથી આશીર્વાદ સ્વરૂપે મળી હોવાનું માનવામાં આવે છે, જે આજે પણ વીરપુર મંદિરમાં સુરક્ષિત છે. આ ઘટનાએ તેમની અને વીરબાઈ માં ની ધર્મ પ્રત્યેની અતુટ શ્રદ્ધા પુરવાર કરે છે.
૩. હરજી દરજીના પેટનું દર્દઃ હરજી નામનો એક દરજી ભક્ત, તીવ્ર પેટના દર્દથી પીડાતો હતો. તેણે ઘણા ઇલાજો કરાવ્યા, પરંતુ કોઈ ફરક ન પડ્યો. તે જલારામ બાપા પાસે આવ્યો અને વાત કરી, બાપાએ તેના માટે પ્રભુને પ્રાર્થના કરી. બાપાની પ્રાર્થનાથી હરજીનું દર્દ દૂર થઈ ગયું. આ ઘટના પછી, હરજીએ બાપાના ચરણોમાં પડીને તેમને બાપા કહીને સંબોધ્યા, અને ત્યારથી તેઓ જલારામ બાપા તરીકે જાણીતા થયા.
૪. મુસ્લિમ વેપારીના પુત્રને જીવનદાનઃ ઈ.સ. ૧૮૨૨માં, જમાલ નામના એક ધનવાન મુસલમાન વેપારીના પુત્રની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી. હરજીએ (જેનો ઇલાજ બાપાએ કર્યો હતો) જમાલને જલારામ બાપાના પરચા વિશે જણાવ્યું. જમાલે પોતાના ઘરેથી જ બાપાને પ્રાર્થના કરી કે જો તેનો પુત્ર સાજો થઈ જશે, તો તે સદાવ્રત માટે ૪૦ મણ અનાજ આપશે. પ્રાર્થનાના ફળસ્વરૂપે, તેનો પુત્ર સાજો થઈ ગયો. જમાલે અનાજ પહોંચાડ્યું અને બાપાને જલા તુ અલ્લાહ કહીને સંબોધ્યા.
૫. અનાજની કોઠીઓ ભરાઈ જવીઃ વિક્રમ સંવત ૧૯૩૪માં, થાણા ગાલોળ ગામના જીવરાજ વડાલિયાની અનાજની કોઠીઓ ખાલી થઈ ગઈ હતી. જ્યારે તેઓ બાપાના દર્શન માટે આવ્યા ત્યારે આ વાત બાપાને કરી, બાપાએ કોઠીઓને પોતાની લાકડીનો સ્પર્શ કર્યો, તેમની ખાલી કોઠીઓ અનાજથી ભરાઈ ગઈ હતી.
૬. જામનગરના દરબારમાં વષદાનનો પરચોઃ આ પ્રસંગ વિક્રમ સંવત ૧૯૦૧ (ઈ.સ. ૧૮૪૫ની આસપાસ) માં બન્યો હોવાનું માનવામાં આવે છે. એક વખત જલારામ બાપા વીરપુરથી ચાલીને જામનગર (નવાનગર) ગયા હતા, જ્યાં મહારાજા રણમલજીનું શાસન હતું. મહારાજા રણમલજી બાપાની ખ્યાતિથી પરિચિત હતા. બાપાએ જામનગરના દરબારમાં હાજર ગરીબો, સાધુ-સંતો અને જરૂરિયાતમંદોને વષદાન આપવાની વાત કરી. મહારાજાએ બાપાને પૂછ્યું કે તેમની પાસે વષોનો કેટલો જથ્થો છે. બાપાએ કહ્યું કે પ્રભુના ભંડારમાં ક્યારેય કોઈ વસ્તુની કમી હોતી નથી. મહારાજાને થોડી શંકા થઈ, પરંતુ બાપાના આગ્રહથી તેમણે દરબારમાં વષાદાનની વ્યવસ્થા ગોઠવી.
જલારામ બાપાએ પોતાની દૈવી શક્તિથી વષ આપવાનું શરૂ કર્યું. બાપા પોતાના હાથથી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને એક પછી એક વષ આપતા ગયા, કહેવાય છે કે જલારામ બાપાએ વષ આપવાનું શરૂ કર્યું, હજારો લોકોને વષોનું દાન કરવા છતાં, વષોનો ઢગલો જરાય ઓછો ન થયો.
મહારાજા રણમલજી અને સમગ્ર દરબાર આ અલૌકિક દ્રશ્ય જોઈને આヘર્યચકિત થઈ ગયા. તેમને ખાતરી થઈ ગઈ કે જલારામ બાપા કોઈ સામાન્ય માણસ નહીં પણ સાક્ષાત પરમાત્માના અવતાર છે.
આ ચમત્કારથી પ્રભાવિત થઈને મહારાજા રણમલજીએ બાપાના ચરણોમાં શિશ ઝુકાવ્યું અને તેમની દિવ્યતા સ્વીકારી.
૭. નાનપણનો કિસ્સો, કાકાની દુકાન પરનો ચમત્કારઃ જલારામ બાપા જ્યારે તેમના કાકા વાલજીભાઈની દુકાન પર બેસતા, ત્યારે પણ તેમનો જીવ સાધુ-સંતોની સેવામાં જ લાગતો હતો. એક વખત તેમણે કેટલાક સાધુ-સંતોને ઘી, લોટ અને ગોળનું દાન કરી દીધું. દુકાનના અન્ય એક વેપારીએ આ વાતની ફરિયાદ વાલજીભાઈને કરી. વાલજીભાઈ ગુસ્સે થઈને હિસાબ-તપાસ કરવા દુકાને આવ્યા. બાપાએ ભગવાનને પ્રાર્થના કરી. કાકાએ જ્યારે સાધુ-સંતોને આપેલી વસ્તુઓનો હિસાબ કરવા તે જથ્થો તપાસ્યો, તો ગોળની જગ્યાએ છાણા અને ઘીની જગ્યાએ પાણી જોવા મળ્યું, અને વષોનો માપ પણ એક ઇંચ ઓછો નહોતો આમ, વસ્તુનો ભંડાર જેમનો તેમ રહ્યો અને ફરિયાદ કરનાર વેપારી જૂઠો ઠર્યો. આ પરચાથી બાપાનો વિશ્વાસ વધુ મજબૂત થયો કે પ્રભુ હંમેશા તેમની સાથે છે.
આ પ્રસંગ જલારામ બાપાની માત્ર દૈવી શક્તિ જ નહીં, પણ તેમની શુદ્ધ ભાવના અને પ્રભુ રામ પરના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. તેમનો આખો મહિમા એ વાતમાં રહેલો છે કે તેઓ દરેક સેવા કાર્યને ઈશ્વરાર્પણમ્ માનીને કરતા હતા.
જલારામ બાપાનું જીવન જ્યાં સુધી આપણું શરીર ચાલે ત્યાં સુધી સેવૉના સિદ્ધાંતનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ધર્મ, જ્ઞાતિ કે જાતિના કોઈ પણ ભેદભાવ વિના સૌને સમાન ભાવે ભોજન કરાવવાની પ્રથા ૨૦૦ વર્ષ થી વધારે સમય પહેલાં ચાલુ કરી, જે વીરપુરમાં આજે પણ અવિરત ચાલુ છે અને અહીં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી.
૯ ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ મંદિરના ટ્રસ્ટે દાન ન સ્વીકારવાનો એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય લીધો. દાન લેવાનું બંધ કર્યાને બે દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, વીરપુર ધામમાં ચાલતા અન્નક્ષેત્રમાં અન્નની ક્યારેય ખોટ પડી નથી. રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પ્રસાદ લે છે, છતાં પણ ભંડારો ભરેલા રહે છે. ટ્રસ્ટીઓ માને છે કે તેમની પાસે આગામી ૧૦૦ વર્ષ સુધી અન્નક્ષેત્ર ચલાવી શકાય તેટલું પૂરતું ભંડોળ છે. આધુનિક યુગમાં આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય શકે.
પુજ્ય જલારામ બાપાનું જીવનમંત્ર દેને કો ટુકડો ભલો, લેને કો હરિ નામ. આજે પણ સાર્થક પુરવાર થઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
