હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા) ઓખા, તા.૨૯: સુરજકરાડી તથા મીઠાપુરના શ્રી લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિનો ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહયો છે.
પૂ.જલારામબાપા મંદિર આરંભડા ખાતે આજે ધ્વજ પૂજન તા. ૨૯/૧૦/૨૦૨૫, બુધવાર સવારે ૧૦.૦૦ વાગ્યે, અન્નકૂટ દર્શન સાંજે ૪.૦૦ વાગ્યે, શોભાયાત્રા સાંજે ૪.૦૦ વાગ્યે, પ્રારંભ શ્રી રામમંદિર, સુરજકરાડીથી, ગંતવ્ય શ્રી જલારામ મંદિર, આરંભડા સુધી યોજાશે. મહાપ્રસાદ આજે સાંજે ૭.૩૦ વાગ્યે શ્રી જલારામ મંદિર, આરંભડા ખાતે યોજાશે.
આ પાવન પ્રસંગે સર્વ શ્રદ્ધાળુઓને સહ પરિવાર ઉપસ્થિત રહી જલારામ બાપાના આશીર્વાદ મેળવવા શ્રી લોહાણા મહાજન, મીઠાપુર-સુરજકરાડી દ્વારા જણાવાયું છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM