<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

પ્રેમ સંબંધની શંકામાં મિત્રએ મિત્રનું કર્યું ખુન

કચ્‍છના ત્રંબૌની હત્‍યાનો ભેદ ઉકેલાયો : બાઇક ઉપર લઇ જઇ ઢીમ ઢાળી દીધું

ભુજ તા.૨૯: ત્રંબૌ ગામે મળેલી ધનસુખ નારાણ ડોડિયા નામના યુવાનની મળેલી લાશના ગુનામાં શંકા કુશંકામાં મિત્રતાનું ખૂન થયું હોવાનું બહાર આવ્‍યું છે.

પૂર્વ કચ્‍છ પોલીસે આ બનાવનો ભેદ ઉકેલી ભરત કેશા કોળીની ધરપકડ કરી લીધી છે. મળતક અને હત્‍યા કરનાર આરોપી બંને મિત્રો હતા. મળતક યુવાન ધનસુખના પોતાની પિતરાઈ બહેન સાથે પ્રેમ સબંધ હોવાની શંકા ભરતને હતી. આરોપી ભરત પોતાના મિત્ર ધનસુખને કામ છે એવું કહી બાઈક ઉપર બેસાડી લઈ ગયો હતો. દૂર એકાંતમાં આરોપીએ મિત્રતાને ભૂલી મળતકની ઘાતકી હત્‍યા નિપજાવ્‍યા બાદ તે નાસી છૂટયો હતો. અંતે પોલીસે આરોપી ભરતને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:57 AM IST)