News of Wednesday, 29th October 2025
સાવરકુંડલા રઘુવંશી સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની ૨૨૬ જન્મ જયંતિ ભાવપૂર્વક ઉજવાઇ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ર૯: સાવરકુંડલા ખાતે રઘુવંશી સમાજ દ્વારા આજે પૂજ્ય જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતિ ભાવપૂર્વક ઉજવાઇ રહી છે જન્મ જયંતી ઉત્સવ પ્રસંગે જલારામ બાપાના મંદિર ખાતે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી,સાત કલાકે પૂજન અર્ચન અને આઠ કલાકે ધજારોહણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ૯:૦૦ કલાકે બાપાની વિશાળ પ્રતિમા સાથે વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી ગુરુ ગાદી સ્થાન પૂજ્ય ભોજલરામ બાપાના મંદિરે શીશ નમાવી વંદન કરી સંપન્ન થઇ હતી બપોરે બાર કલાકે રાજભોગ આરતી અને એક કલાકે સંતો માટે ભોજન પ્રસાદ યોજાયું હતુ જ્યારે અન્નકૂટના દર્શન સાંજે ૫ થી ૮ કલાક અને સાયમ આરતી ૬:૩૦ કલાકે થશે રાત્રે ૧૦:૦૦ કલાકે નામી કલાકારો નો સંતવાણી નો કાર્યક્રમ મંદિર ખાતે રાખવામા આવ્યો છે લોહાણા મહાજન દ્વારા સમસ્ત રઘુવંશી સમાજ અને પૂજ્ય જલારામ બાપાના તમામ ભક્તો માટે બપોરે અને સાંજે બંને ટાઈમ લોહાણા મહાજન વાડી ખાતે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે દિવસભર ના કાર્યક્રમો માં રઘુવંશી સમાજ અને પૂજ્ય જલારામ બાપાના તમામ ભક્તો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
