<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

સમાધીમાં બેઠેલા મહાપુરૂષની સાધના દ્વારા સમાજ - સેવક સમુદાયને નવી ચેતના પ્રાપ્‍ત થાય છેઃ પૂ. રામેશ્‍વરબાપુ હરિયાણી

રાજકોટ તા. ર૯: શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા મુકામે ચાલી રહેલી રામકથામાં રામ વિવાહ યોજાયો હતો.

પરમ પૂજ્‍ય દયાનંદ ગીરીબાપુ ની પરમનિષ્ઠામાં ચાલી રહેલી રામકથામાં પૂજ્‍ય રામેશ્વર બાપુ હરિયાણીએ રામકથા ના પ્રારંભે સમાધિનો મહિમા ગાયો હતો સમાધિમાં બેઠેલ મહાપુરુષ નિત્‍ય આપણને જાગળત કરે છે સમાધિ હંમેશા જાગળત હોય છે સમાજના દર્શન વિશેષ હોય છે સમાધિનીમાં બેઠેલો મહાપુરુષ ચિંતન દ્વારા સમાધિમાં બેઠેલા મહાપુરુષની સાધના દ્વારા સમાજને અને સેવક સમુદાયને એક નવી ચેતના પ્રાપ્‍ત થતી હોય છે છે  વ્‍યાસપીઠ ઉપરથી રામેશ્વર બાપુએ સાધનાનો મહિમા આશ્રમનો મહિમા સંતનો મહિમા ગાયા પછી રામચરિત્ર માનસમાં ભગવાન રામ અને સીતાજીના વિવાહનું લોકગીત દર્શન કરાવ્‍યું હતું.

જેમાં આપણી સનાતન પરંપરામાં ૧૬ સંસ્‍કારમાં ગળહસ્‍થાશ્રમનુૅ વિશેષ મહત્‍વ રહેલું છે ભગવાન રામ અને જાનકીના વિવાહ વૈદિક પરંપરાથી થયા હતા રામચરિત માનસમાં વિશ્વામિત્ર ઋષિ પોતાના યજ્ઞની રક્ષા કરવા માટે રામ અને લક્ષ્મણ લેવા અયોધ્‍યા પધારે છે રામ લક્ષ્મણ ની માગણી કરે છે પરંતુ દશરથજી રામ લક્ષ્મણ ને આપવાની ના પાડે છે એવા સમયે ગુરુ વશિષ્ઠ મહારાજજી દશરથજી ની આજ્ઞા કરે છે કે તમારા બંને પુત્રો વિશ્વામિત્રજીને સોપો ગુરુ આજ્ઞાર્થ તથા બંને પુત્રો વિશ્વામિત્રને સોંપ્‍યા છે તાડકાનો વધ કરી ભગવાન રામ વિશ્વામિત્રના યજ્ઞા ની રક્ષા કરે છે યજ્ઞપુરી પૂર્ણ થતા જનકપુર થી પત્રિકા આવે છે જે સ્‍વયંવરની પત્રિકા હોય છે જનક ના ઘરે ભગવાન રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર શ્રી સ્‍વયંવરમાં પ્રસ્‍થાન કરે છે જનકપુરમાં પધારીને ભગવાન રામ પોતાના હસ્‍તે હાથે ધનુષ્‍યનું ભાન કરે છે ધનુષ્‍ય તોડ્‍યા પછી વિશેષ રૂપથી ભગવાન રામ અને જાનકી જયાં લગ્ન સમારંભ યોજાય છે અયોધ્‍યાથી જાન આવે છે અને રામ-સિતાના વિવાહ થાય છે રામ અને સીતાના વિવાહ બાદ ભરત શત્રુધ્‍ન અને લક્ષ્મણના પણ વિવાહ ધામધૂમથી જનકપુરમાં યોજાય છે સમગ્ર કથામાં સમગ્ર સેવક સમુદાય દ્વારા ભગવાન રામના લગ્ન યોજાયા હતા આ પ્રસંગે પરમ પૂજ્‍ય મહંત શ્રી અમરગીરીબાપુ તેમજ ‘‘અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ ઉપસ્‍થિત રહીને સર્વે વિશેષ રૂપમાં કથાનો આનંદ માણ્‍યો હતો. 

(1:19 PM IST)