<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીનો સત્‍વરે સર્વે કરાવી, વળતર ચૂકવવા કેશોદના ધારાસભ્‍ય માલમનો મુખ્‍યમંત્રીને પત્ર

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૨૯: કેશોદ તથા માંગરોળ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલ મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. આ સંદર્ભે પ્રવર્તમાન વરસાદી માહોલ વચ્‍ચે જ કેશોદના ધારાસભ્‍ય અને રાજ્‍યના માજી મંત્રી  દેવાભાઈ માલમ એ ખેડૂતોના હિતને ધ્‍યાને લઈ તાત્‍કાલિક અસરથી કળષિ પાકના નુકસાની અંગેનો જરૂરી સર્વે કરાવી ખેડૂતોને સત્‍વરે વળતર ચૂકવવા એક પત્ર દ્વારા મુખ્‍યમંત્રીશ્રી સહીત સંબંધિતો સમક્ષ માંગણી કરેલ છે.

ચોમાસુ સિઝનની વિદાય બાદ શિયાળુ સીઝનના આગમનના પગલે જ સમગ્ર સોરઠ તથા સૌરાષ્‍ટ્ર સહિત રાજ્‍યના કેટલાય વિસ્‍તારોમાં મોસમ વગરનો,અનિચ્‍છનીય વરસાદ ખાબકતા મોટાભાગના ખેતરોમાં ખુલ્લા પડેલ ચોમાસુ સહિતના પાક ને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની સતત ચાર માસ ની રાત - દિવસની મહેનત પર છેલ્લે છેલ્લે મેઘરજા એ પાણી ફેરવી દીધેલ છે. નવાવર્ષની ‘‘બોણી' માજ 'મોં માં આવેલ કોળીયો અચાનકજ કુદરતે ઝૂંટવી લેતા ‘‘જગત ના તાત'' તરીકે ઓળખાતા ખેડૂતો ની હાલત કફોડી બનેલ છે.

કળષિ ઉદ્યોગ ક્ષેત્રે કુદરતી રીતે આવી પડેલ વરસાદી આફત જેવી સર્જાયેલ વિકટ સંજોગો વચ્‍ચે સમગ્ર સ્‍થિતિનો તાગ મેળવી, ખેડૂતોની લાગણી અને માંગણી ને સરકાર સુધી પહોંચાડવા અત્રેના ધારાસભ્‍ય દેવાભાઈ માલમ આગળ આવી કેશોદ ધારાસભા મતવિસ્‍તાર મા આવતા કેશોદ તથા માંગરોળ પંથક ના ગ્રામ્‍ય વિસ્‍તારો ના ખેડૂતોને કળષિ પાક મા થયેલ નુકસાની ના અનુસંધાને જરૂરી વળતર ચૂકવવા રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ લેખિતમાં રજૂઆત કરેલ છે.

મુખ્‍યમંત્રીશ્રી તથા કળષિ મંત્રીશ્રીને ધારાસભ્‍ય માલમે પાઠવેલ પત્રમાં સમગ્ર સ્‍થિતનો ચિતાર આપતા જણાવેલ છે કે, છેલ્લા કેટલાક દિવસ થી આ વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડી રહેલ છે, જેના કારણે અતિવળષ્ટિ જેવી સ્‍થિતિ સર્જાયેલ છે. ભારે કમોસમી વરસાદ ના કારણે ઘેડ પંથક ના અને ખાસ કરીને મારા મતવિસ્‍તાર કેશોદ તથા માંગરોળ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારો મા ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ તમામ પાકો કે જે લણણી કરેલ હોય અથવા લણાઈ રહેલ છે, તેવા ખેતરોમાં રહેલ તમામ પાક સદંતર નિષ્‍ફળ ગયેલ છે.

આ ઓચિંતિ આવી પડેલ કુદરતી આપત્તિ ના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય, જે સ્‍થિતિને ધ્‍યાને લઇ આ અંગેનો તત્‍કાલી અસર થી જરૂરી સર્વે કરી, સત્‍વરે ખેડૂતોને વળતર ચૂકવવા પત્રના અંતમાં અનુરોધ કરેલ છે.

(1:26 PM IST)