<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

જામનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મગફળીના પાથરા પલળી જતા ખેડૂતો હેરાન

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૯: જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર અને જામજોધપુર પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારમાં કમોસમી વરસાદે કહેર મચાવતા ખેતરોમાં મગફળીના પાથરા પલળી ગયા છે. દિવાળી અને લાભ પાંચમ બાદ ખેડૂતો મગફળી પાથરામાંથી મગફળી છૂટી પાડે તે પહેલા વરસાદે ખેતરોમાં ઉભા પાક અને તૈયાર થયેલ પાક પર પાણી ફેરવતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્‍યું છે. ત્‍યારે ખેડૂતો તાત્‍કાલિક સર્વે કરી અને સહાયની માગણી કરી રહ્યા છે. (તસ્‍વીરોઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:27 PM IST)