News of Wednesday, 29th October 2025
ધાતરવડી નદીમાં ત્રણ સગા ભાઈઓ અને બનેવી સહિત ચાર તણાયાઃ એક મૃતદેહ મળ્યોઃ હજુ ત્રણ લાપતા

(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલા, તા.૨૯: રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ ખાતે આવેલ ધાતરવડી નદી પટમાં ચાર યુવાનો વહેતા પાણીના પ્રવાહમાં ડૂબી ગયેલ છે.
માહિતી મુજબ આ ચાર યુવાનો બર્બટાણા ગામ રહેવાસી છે દેવીપૂજક સમાજના યુવાનો છે જેવોના નામ ભરતભાઈ ખીમાભાઇ પરમાર ઉંમર વર્ષ ૧૮, મેરાભાઈ ખીમાભાઇ પરમાર ઉંમર વર્ષ ૩૦, અલ્પેશભાઈ ખીમાભાઇ પરમાર ઉંમર વર્ષ ૨૧, પિન્ટુભાઈ પાછાભાઈ વાધેલા ઉંમર વર્ષ ૩૫ માં ત્રણ સગા ભાઈઓ અને એક બનેવી છે વહેતા પાણીમાં ડુબી ગયા છે આ યુવાનો તરવૈયા હતા, પરંતુ વધારે પડતા પાણી જોરને કારણે તણાયા હોવાનું તારણ છે.
આ બનાવની જાણ થતાં ધારેશ્વર ગામ સરપંચ દિલિપભાઈ સોજીત્રા મામલદાર ઓફિસનો સ્ટાફ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવેલ, આ યુવાનોને શોધવા માટે કોસ્ટ ગાર્ડની ટીમ તંત્ર દ્વારા ઘટનાસ્થળે બોલાવીને શોધખોળ શરૂ કરેલ છે કોસ્ટ ગાર્ડ અને ધારેશ્વર ગામ લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે આ બનાવની જાણ તેવોના પરિવારને થતાં દેવીપૂજક સમાજના યુવાનોના માતાપિતા સહિતનો આ સમાજ બનાવની જગ્યાએ આવી રાડે રાડ કરવા લાગ્યો હતો. દરમ્યાન આજે વ્હેલી સવારે મેરા પરમારનો મૃતદેહ બાવળની ઝાડીમાંથી મળી આવ્યો છે જો કે હજુ ત્રણ લોકો લાપતા છે જેની શોધખોળ ચાલુ છે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
