હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિરપુરમાં પૂ. જલારામબાપ જન્મજયંતિ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા
ઘરે ઘરે રંગોળી, આસોપાલવના તોરણ, રોશનીનો ઝગમગાટ : પાણી, સરબત, છાસનું વિતરણ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ર૯ : વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૬ મી જયંતિને લઈને શોભાયાત્રા યોજાઈ હતી,સાથે શોભાયાત્રા વીરપુરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી,ગ્રામજનો સહિત ભાવિક ભક્તો શોભાયાત્રા માં જોડાયા હતા,
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિને લઈને ભવ્ય શોભાયાત્રા યોજાવામાં આવી,જેમાં ભાવિકોને ૨૨૬ કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું, સાથે પૂજ્ય જલારામ બાપાએ ૨૦૦ વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદ થી સદાવ્રતની શરૂઆત કરી હતી જેમને લઈને આ વર્ષે જલાબાપાની ૨૨૬મી જન્મ જયંતિ હોવાથી ૨૨૬કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ શોભાયાત્રા માં ભાવિકોને આપવામાં આવ્યો હતો,પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિ હોવાથી વીરપુર વાસીઓમાં અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,અને વીરપુર ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા.
ૅજયા ટુકડો ત્યા હરી ઢુકડો ૅ ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે ૨૨૬મી જન્મ જયંતિ છે. પૂજ્ય બાપાની ૨૨૬મી જન્મ જયંતિ નિમિતે આજે બાપાની જન્મ ભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. બાપાની જન્મ જયંતિ નિમિતે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડી રાતથી જ આવી ગયા હતાં. મંદિરની બંને બાજુ એક એક કિમીની કતારો લાગી ગઈ હતી.
આજે પૂજ્ય બાપાના પરીવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા અર્ચના કરી નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારીને ભાવિકો માટે દર્શન ખુલ્લા મૂકયા હતાં. જલારામ જયંતીની ઉજવણી માટે વીરપુરવાસીઓ દ્વારા પણ ઘરેઘરે રંગોળી, દરવાજે આસોપાલવના તોરણ તેમજ ઘર પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. અત્યારે વીરપુરમાં જલારામ જયંતિએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે. મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ બનાવવામાં આવી છે. તેમજ ભાવિકો માટે વીરપુર પહોચવાના રસ્તાઓ પર પાણી, સરબત તેમજ છાશના પરબ અને ઠેરઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે. બાપાની ૨૨૬મી જન્મ જયંતિ હોય જ્યોત્સવ સમિતિ દ્વારા ૨૨૬ કિલો બુંદીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે.(તસ્વીરઃ કિશનસિંહ મોરબીયા - વીરપુર )









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
