હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

રાજકોટ તા. ૨૯: વન્ય પ્રાણીઓના હુમલા ઘણીવાર જીવલેણ સાબીત થતાં હોય છે. વંથલીના રાયપુર ગામે વાડી વિસ્તારમાં રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના પરિવારના ૩ાા વર્ષના દિકરા પર આઠ દિવસ પહેલા સાંજના સમયે વાડીમાં દિપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. આઠ દિવસની સારવાર બાદ આ બાળકનું રાજકોટમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ વંથલીના રાયપુર ગામે મુકેશભાઇ રાવળીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મધ્યપ્રદેશના કાનાભાઇ જહરીયાભાઇ તડવેનો દિકરો ચીમન (ઉ.વ.૩ાા) ગત તા. ૨૦/૧૦ના સાંજે વાડીએ આવેલા રૂમ બહાર રમતો હતો ત્યારે અચાનક દિપડો આવી ચડયો હતો અને ચીમનને ઉઠાવીને ભાગ્યો હતો. બાળકે ચીસાચીસ કરી મુકતાં પરિવારજનો, બીજા મજૂરોએ દિપડા પાછળ દોટ મુકી હાકલા પડકારા કરતાં દિપડો બાળકને મુકીને ભાગી ગયો હતો.
ગળા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ચીમનને જુનાગઢ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરાયો હતો. પરંતુ અહિ ગત રાતે મોત થતાં મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર ચીમન બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. એમપીનો આ પરિવાર એકાદ વર્ષથી રાયપુર ગામે વાડીમાં રહી મજૂરી કરે છે. રાજકોટ એ-ડિવીઝન પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી વંથલી પોલીસને જાણ કરી હતી.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM