News of Wednesday, 29th October 2025
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં છઠ્ઠા માળેથી પડી જતાં યુવતીનું મોત
યુવતી દિવાળી વેકેશનમાં સુરતથી ભાવનગર પોતાના પરિવારને મળવા આવી હતી.

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પીએમ આવાસમાં દુઃખદ ઘટના બની હતી, જેમાં છઠ્ઠા માળેથી પડી જતાં યુવતીનું મોત થયું. માહિતી મુજબ, યુવતી દિવાળી વેકેશનમાં સુરતથી ભાવનગર પોતાના પરિવારને મળવા આવી હતી. ગેલેરીમાંથી નીચે પડતા યુવતીનું સ્થળ પર જ મોત નિપજ્યું. ઘટનાનો CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અકસ્માતે મોત થયું કે અન્ય કોઈ કારણસર, તેની તપાસ ચાલુ રાખી છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
