<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ધોરાજી કમોસમી વરસાદમાં ખેડૂતોને મોંમાં આવ્યો કોળિયો છીનવાઈ ગયો:ખેડૂતોને પડ્યા ઉપર પાટુ સમાન : સરકાર તાત્કાલિક ખેડૂતોને વ્હારે આવે : જે.ડી બાલધા

ગઈ સાલ પણ આ પ્રકારની ઘટના બન્યા બાદ સરકારે સર્વે કરાવ્યા બાદ આ વિસ્તારના ખેડૂતોને સહાય ચૂકવી નથી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: સૌરાષ્ટ્રમાં અચાનક નૂતન વર્ષમાં સમયમાં જ ખેડૂતોને હર્ષ અને ઉલાસ હતો ત્યારે અચાનક  ક મોસમી વરસાદ અને વાવાઝોડું ભારે  પવન સાથે  ફુકાતા ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર ખરા અર્થમાં તપાસ કરીને જે નુકસાની ગઈ છે તે ખેડૂતોને વળતર આપે તેવી ધોરાજીના જિલ્લા સહકારી આગેવાન અને ખેડૂત જે. ડી.બાલધા એ સરકાર સામે માગણી ઉઠાવી હતી
      ધોરાજી કિસાન સેવા સહકારી મંડળીના પ્રમુખ અને જિલ્લા ડિરેક્ટર ખેડૂત આગેવાન જે.ડી બાલધા એ કમસમી વરસાદની સામે પોતાની વ્યથા ઠાલવતા જણાવેલ કે નવા વર્ષ નો સમય એટલે ખેડૂતોને આનંદનો સમય હતો મોટા ભાગની જણસી તૈયાર થઈ ગઈ હતી કપાસ મગફળી સોયાબીન પાક રેડી હતા અને ઉપાડવાનો સમય હતો ત્યારે અચાનક જ આ વિસ્તારમાં સૌરાષ્ટ્રના પંથકમાં ભારે વરસાદ આવતા અને ભારે પવન ફૂંકાતા ખેડૂતોને મોટી નુકસાની ગઈ છે કહેવત છે કે ખેડૂતોના મોંમાં આવેલ કોડિયો છીનવાઈ ગયો છે ખેડૂતોને પડિયા ઉપર  પાટુ છે આ બાબતે ખેડૂતોના સહારે સરકાર આવે અને તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને નુકસાની નું વળતર આપે તેવી રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી એટલું જ નહીં જે.ડી બાલધા વધુમાં જણાવેલ કે ગયા વર્ષે આ પ્રકારની ઘટના અચાનક વરસાદને કારણે ખેડૂતોને મોટી નુકસાની ગઈ હતી અને સરકારે ખાતરી પણ આપી હતી પરંતુ ધોરાજી પંથકના ખેડૂતોને કોઈ સહાય મળી નથી હાલમાં કપાસ નો પાક મગફળીનો પાક સોયાબીન નો પાક ઉપર મોટી નુકસાની જોવા મળી રહી છે વરસાદને કારણે બગડી ગયો છે તો તાત્કાલિક સર્વે કરાવીને સરકાર નિયમ પ્રમાણે વળતર ચૂકવે તેવી સરકાર સમક્ષ માગણી ઉઠાવી હતી

(8:05 PM IST)