<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

વરસાદની સ્થિતિને ધ્યાને લઈને ગિરનારની લીલી પ્રરિક્રમા અંગે નિર્ણય થશે :હાલમાં પરિક્રમાર્થીઓને જૂનાગઢ ન આવવા અપીલ

તારીખ 31 ઓક્ટોબરના વરસાદની સ્થિતિ જોઈ તંત્ર દ્વારા નિર્ણય લેવાશે. જો વરસાદ પડશે તો પરિક્રમા રદ કરવામાં આવશે.

જૂનાગઢ ; ગિરનારની લીલી પરિક્રમાને લઈ તંત્રે જાહેરાત કરી છે. જ્યાં સુધી સત્તાવાર નિર્ણય ના થાય ત્યાં સુધી પરિક્રમાર્થીઓને ના આવવા અપીલ કરવામાં આવી છે. તારીખ 31 ઓક્ટોબરના વરસાદની સ્થિતિ જોઈ તંત્ર દ્વારા નિર્ણય લેવાશે. જો વરસાદ પડશે તો પરિક્રમા રદ કરવામાં આવશે. જો વરસાદ નહીં થાય તો તાબડતોબ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરાશે. જો પરિક્રમા શરૂ રાખવાનો નિર્ણય થશે તો તારીખ 2 ના પરિક્રમાર્થીઓને અપાશે પ્રવેશ.  2 નવેમ્બર પહેલા ભાવિકોને જુનાગઢ ના આવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, દર વખતની સરખામણીએ આ વખતે અન્નક્ષેત્રની સંખ્યા પણ ઓછી છે. ગત વર્ષે 95 અન્નક્ષેત્રને મંજૂરી આપવામાં આવી હતી. આ વખતે માત્ર 65 અન્નક્ષેત્રોએ જ મંજૂરી માંગી છે ગત વર્ષ જેવી અંદર નહીં થઈ શકે વ્યવસ્થા  

(10:28 PM IST)