<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

જામજોધપુરમાં પૂ.જલારામબાપાની ૨૨૬મી જયંતિની ઉત્‍સાહભેર ઉજવણી

પૂજન, આરતી, પુષ્‍પાભીષેક, અન્નકુટ દર્શન, પ્રસાદ, શોભાયાત્રા, મહાઆરતી, ધૂન ભજન સહિતના કાર્યક્રમો યોજાયા

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુર, તા.૩૦: શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્‍ટના ઉપક્રમે જામજોધપુરમાં ગઈકાલે  જલારામબાપાની ૨૨૬ મી જન્‍મજયંતિની આનંદ અને ઉત્‍સાહ સાથે જવણી કરવામાં આવી હતી. સવારથી જ મંદિરે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.

સવારે ગૌસેવા યજ્ઞ તથા શ્વાન ગ્રાસ યજ્ઞ તથા ઝુપડપટ્ટી વિસ્‍તારમાં ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્‍યા હતા. સવારે  પૂજ્‍ય જલારામ બાપાનું પૂજન, આરતી, પુષ્‍પાભિષેક તથા ભવ્‍ય અન્નકુટ દર્શન યોજાયા હતા. બપોરે ૩.૩૦ કલાકે dj ના તાલે જલારામ મંદિરેથી ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી.

આ શોભાયાત્રામાં બહોળી સંખ્‍યામાં ભક્‍તો જોડાયા હતા, ત્‍યારબાદ  મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેનો પણ બહોળી સંખ્‍યામાં ભક્‍તોએ લાભ લીધો હતો, સાથો સાથ રાત્રે ૯ કલાકે ધૂન ભજનનું ભવ્‍ય દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ પાવન પ્રસંગને સફળ બનાવવા મંદિરના પ્રમુખ ઉપપ્રમુખ તથા ટ્રસ્‍ટીઓ તેમજ યુવક મંડળ, મહિલા મંડળ સહિતનાઓએ મોટી જહેમત ઉઠાવી હતી. 

(11:12 AM IST)