તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
લોધીકા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની મુલાકાતે ધારાસભ્ય બાબરીયા

ખીરસરાઃ લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી (માવઠા નો) વરસાદ પડતાં ખેડૂતો ના લણેલા પાકને નુકસાનની થતા લોધીકા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરોની મુલાકાતે પૂર્વ કેબિનેટ મંત્રી રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય ભાનુબેન બાબરીયા જેમા રાતૈયા ગામના ખેડૂતો ગ્રામજનો સરપંચ મહાવીરસિંહ જાડેજા તાલુકા ભાજપ મહામંત્રી મયુરસિંહ જાડેજા જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા ઉપસ્થિત રહેલ તેમજ ખેડુતોના પાક ને થયેલ નુકસાની સર્વે કરી તાલુકા ના ખેડૂતો ને સહાય પેકેજ આપવા સરકાર ને રજુઆત કરવાની બાંહેધરી આપેલ. તાલુકામા કમોસમી માવઠું થતાં મગફળી સોયાબીન કપાસ મગ અળદ તેમજ પશુ નો ચારો પાલો પણ બગડી ગયેલ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
