News of Thursday, 30th October 2025
મહુવામાં સવારે ર ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનથી ટાઢોડું
માવઠાની આગાહી વચ્ચે અનેક જગ્યાએ વરસતો હળવો-ભારે વરસાદઃ પ દિવસથી સૂર્યનારાયણના દર્શન થયા નથી

રાજકોટ તા. ૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહી વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે આજે સવારે ભાવનગર જીલ્લાના મહુવામાં ર ઇંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.
માવઠામય વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાતા સર્વત્ર ટાઢોડું છવાઇ ગયું છે. પ દિવસથી સૂર્ય નારાયણના દર્શન પણ થયા નથી.
મહુવા
(રહીમ વસાયા દ્વારા) મહુવાઃ મહુવા પંથકમાં બે દિવસ અગાઉ ૧૭ ઈંચ ઉપરાંતનો વરસાદ વરસી ગયા બાદ ફરી ગઈ કાલ રાતથી વિજળી ના કડાકાભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું જે આજે સવારે પણ ધીમી ધારે અવિરત કમોસમી માવઠા નો વરસાદ વરસી રહ્યો છે આ કમોસમી વરસાદ મહુવા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આ વરસાદ ર કલાકમાં ર ઇંચ નોંધાયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૨.૪ સે. મહતમ તાપમાન ૨૮ સે. ભેજનું પ્રમાણ ૯૦%, પવનની ગતિ ૧૩.૬ કિ.મી. રહી હતી.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
