<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

કમોસમી વરસાદથી જસદણ આટકોટના ખેડૂતો ચિંતિત

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૩૦: આટકોટ ગામમાં રહેતી ક્રિષ્‍નાબેન નાનજીભાઈ કુંવરીયા નામની યુવતીને હમણાંજ રાજકોટની મેડિકલ કોલેજમાં તેમની સખત મહેનતને કારણે એડમિશન મળી જતાં તેમને ઠેર ઠેરથી અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યાં છે મહત્‍વની એ વાત છે કે તેઓએ એવા વિચાર સાથે પ્રથમ વર્ષમાં એડમિશન લીધું છે કે તે ડોક્‍ટર બની દર્દીઓ પાસે વધું સમય ગાળી સેવા આપશે આ ક્રિષ્‍ના કુંવરીયાની પાછળના ઇતિહાસમાં જઈએ તો તેઓના જન્‍મના ત્રણ માસ બાદ તેમનાં પિતા નાનજીભાઈનું મરણ થયું હતું માતા વિકલાંગ અને એક મોટી બહેન આવા સમયે વિકલાંગ માતા સામે ઘર ચલાવવું પણ મુશ્‍કેલ બન્‍યું ત્‍યારે અભ્‍યાસની તો કેવી વાત આ દરમિયાન તેમની પાડોશમાં રહેતા ઈલાબેન નિલેશભાઈ જોટંગીયા નામના ગળહિણી તેમની વ્‍હારે આવી ઘરમાં તો મદદ કરી પણ આ મેડિકલ કોલેજમાં જે એડમિશન મળ્‍યું તે બાળકીને પ્રથમ આટકોટની પ્રાથમિક શાળામાં અભ્‍યાસ માટે માટે મુકી ત્‍યારબાદના વર્ષોમાં ક્રિષ્‍નાને પણ અભ્‍યાસ તરફ રુચિ વધી અને વગર ટયુશનમાં હાલમાં તેમને પ્રથમ વર્ષમાં ઓલ ઈન્‍ડિયા રેન્‍કથી એડમિશન મળી ગયું છે ત્‍યારે અહી એ બાબતની નોંધ ખાસ એ લેવામાં આવે છે કે સખત મહેનતનો કોઈ વિકલ્‍પ નથી અને જીવનમાં કોઈના મોભી જતાં રહે છે ત્‍યારે કુદરત કોઈને કોઈ હાથ પકડવા મોકલી આપે છે જેવી રીતે ક્રિષ્‍ના કુંવરીયાને ઈલાબેન જોટંગીયા મળી ગયા.

 

(12:00 PM IST)