News of Thursday, 30th October 2025
સલાયા ગામે ઘરફોડી : સવા ત્રણ લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરો

જામખંભાળિયા, તા. ૩૦ : સલાયા ગામે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ ભીખાભાઈ બારીયા નામના ૪૪ વર્ષના યુવાન ગત તારીખ ૨૫ ના રોજ તેમના પત્ની તથા પુત્ર સાથે જુનાગઢ ખાતે રહેતા તેમના ભત્રીજીના ઘરે ગયા હતા. પાછળથી આ રહેણાંક મકાનમાં રહેલા તેમના પુત્ર અંકિત ઘરે એકલા હતા અને રૂમમાં સુતા હતા, ત્યારે રાત્રિના સમયે કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી, અને ઘરના કબાટમાં રાખવામાં આવેલા બે નંગ સોનાના ચેન, બે નંગ સોનાના પેન્ડલ, કાનમાં પહેરવાની બુટ્ટી, સોનાના પારા, પાંચ નંગ સોનાની વીંટી ઉપરાંત રૂ. ૧૦,૦૦૦ ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું.
આને અનુલક્ષીને પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી ગઈ જઈ, અને ડોગ સ્ક્વોડ તથા એફ.એસ.એલ.ની મદદથી તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
