તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
ધ્રોલ-જોડીયામાં કુદરતનો કહેરઃ અણધાર્યા વરસાદે ખેડૂતના સપના તુટી પડ્યાઃ આખા વર્ષનો પરિશ્રમ પાણીમાં
ધ્રોલમાં રાજકીય આગેવાનોનો પત્રયુદ્ધ ખેડૂતો કહે છે, અમને શબ્દ નહીં, સહાય જોઈએ!: ઉભા પાક સડી જતા ખેડૂતોમાં ઉદાસી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૩૦: જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડીયા તાલુકામાં અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. મગફળી, કપાસ, તુવેર અને સોયાબીન જેવા ઉભા પાક ખેતરોમાં સડી જતા ખેડૂતોના ચહેરે ઉદાસી છવાઈ ગઈ છે.
ધ્રોલમાં રાજકીય આગેવાનો વચ્ચે પત્ર આપવાની હરીફાઈ ધોધ વરસાવી રહી છે. દરેક આગેવાન ખેડૂતોના હિતમાં પત્ર આપી પોતાનો રાજકીય દાવો મજબૂત કરવા માગે છે. પરંતુ ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે આ પત્રો ફક્ત રાજકીય દેખાવ પૂરતા ન રહી જાય?
ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે ‘‘એક વર્ષ આખું ખેતરમાં મહેનત કરી, પણ હવે ખેતરમાં કશુ જ બચ્યું નથી. મોધવારીનો માર અને ફસલના ભાવ ન મળતા ઘરનું ભાડું, દવા-દાર્ઝીની ચિંતા બધું માથે આવી ગયું છે.''
સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે કે સરકાર તરફથી કોઈ તાત્કાલિક રાહતની યોજના જાહેર થઈ નથી. નાના ખેડૂતોના દુઃખ પર કોઈ ધ્યાન ન આપતાં, રાજકીય ચાલચાલ અને ટાળમટોળની ચર્ચાઓ પણ તેજ થઈ છે. લોકો હવે કળષિ વિભાગ અને પ્રશાસન સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
કુદરત કોઈ આગાહી આપતી નથી, પણ સરકાર પાસે તાત્કાલિક સહાયની વ્યવસ્થા કેમ નથી? ખેડૂતો માગ કરી રહ્યા છે કે તાત્કાલિક નુકસાનીનું સર્વે થઈ સહાય ફાળવવામાં આવે, જેથી તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહે.
ધ્રોલ અને જોડીયા પંથક આજે પ્રશ્ન પૂછે છે ラ ‘‘ખેડૂત હંમેશા ન અટકતો, ન થાકતો, પણ શું હવે સરકાર તેની મહેનતને સાચી કદર આપશે?''.(૨.૭)
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
