<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

લોધીકા અને કોટડાસાંગાણીના વિસ્‍તારોમાં કૃષિ પાકમાં થયેલ વ્‍યાપક નુકશાન અંગે રાતૈયાની મુલાકાત લેતા ભાનુબેન

ખેડુતોને થયેલ નુકશાન અન્‍વયે સત્‍વરે સર્વે કરાવવા અને વળતર ચુકવવા ભુપેન્‍દ્રભાઈ અને જીતુભાઈને ગંભીરતાનો ખ્‍યાલ આપ્‍યો

રાજકોટઃ રાજ્‍યમાં કમોસમી વરસાદને કારણે વિવિધ ખેડૂતોના કૃષિ પાકોને ગંભીર નુકસાન પહોંચ્‍યું છે. આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી રાજ્‍ય સરકાર દ્વારા વાદળછાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોને તેમના પાકના રક્ષણ માટે કેટલાક તકેદારીના પગલાં લેવા માટે પટેલ સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે. તકેદારીના ભાગરૂપે રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય અને પુર્વ કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ લોધિકા તાલુકાના રાતૈયા ગામની મુલાકાત લીધી હતી. તાલુકાના અગ્રણીઓને સાથે રાખી ખેડુતોને કમોસમી વરસાદના પરિણામે થયેલ પાક નુકશાનની રૂબરૂ સમીક્ષા કરવામાં આવી હતી. અને વ્‍યાપક નુકશાનના પરિણામે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાના બાબતે વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવી અને આ અંગે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને ખેડુતોની લાગણી અંગે ભાનુબેન દ્વારા રજુઆત અને ગંભીરતા અંગે ધ્‍યાન દોરવામાં આવેલ છે. 

(3:38 PM IST)