News of Thursday, 30th October 2025
વાહ પોલીસ વાહ, ભાજપના ધારાસભ્યની ફરીયાદ મીનીટોમાં નોંધાય અને સામાન્ય માણસની કોઇ દરકાર નહીં : તુષિત પાણેરી

રાજકોટ તા. ૩૦ : જુનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસે મીનીટોમાં એફઆઇઆર નોંધી લેનાર પોલીસને સામાન્ય માણસોની ફરીયાદ લેવામાં કેમ રસ નથી હોતો? તેવા સવાલો કોંગ્રેસ પ્રવકતા તુષિત પાણેરીએ ઉઠાવ્યા છે.
તેઓએ એક યાદીમાં જણાવ્યુ છે કે પોલીસને ભાજપના માણસો પ્રત્યે સંવેદના છે, નાના માણસો પ્રત્યે નથી. મારી ખુદની વાત કરૂ તો ગત ડીસેમ્બર ૨૦૨૪માં એક શખ્સ દ્વારા મારા ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના સીસીટીવી ફુટેજ પણ મારી પાસે છે. તેમ છતા પોલીસે બાર બાર દિવસ સુધી મારી ફરીયાદ નોંધી નહોતી. અંતે જયારે મે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઇ ચાવડાને વાત કરી અને તેમણે દરમિયાનગીરી કરી ત્યારે છેક પોલીસે બાર દિવસે ફરીયાદ નોંધી હતી.
ભાજન અને અન્ય માટે પોલીસની આવી બેધારી નીતિ કેમ? તેવા સવાલો અંતમાં કોંગ્રેસ પ્રવકતા તુષિત પાણેરી (મો.૯૪૨૭૨ ૪૨૨૫૩)એ ઉઠાવ્યા છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
