<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

ખેડૂતોને બે મહિનામાં નુકસાની ચૂકવો નહીં તો આંદોલન કરાશે: બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

જિલ્લામાં ત્રણ દિવસથી કમોસમી વરસાદથી ખેડૂતોને કપાસ મગફળી જેવા પાકના પાથરામાં વરસાદથી ભારે નુકસાન થયું

બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાન અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બોટાદ જિલ્લામાં પડી રહેલા કમોસમી વરસાદને પગલે ખેતરોમાં થયેલ નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરવામાં આવી. જિલ્લામાં ત્રણ દિવસથી કમોસમી વરસાદથી ખેડૂતોને કપાસ મગફળી જેવા પાકના પાથરામાં વરસાદથી ભારે નુકસાન થયું છે, ત્યારે સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ છે. 

  બોટાદ જિલ્લામાં ખેડૂતોને સહાય પેકેજમાં સમાવેશ નહીં કરી છેલ્લા બે વર્ષથી અન્યાય કર્યો છે ત્યારે નુકસાનીના વળતરની માંગ કરવામાં આવી છે. જો બે મહિનામાં ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.


 

(10:47 PM IST)