<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

મોરબીમાં વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ માટે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજનામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

મોરબીમાં પહેલી વાર જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA) કોર્સ શરુ કરાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિકાસના નવા માર્ગ અને નોકરીઓના બદલાતા પ્રકાર માટે ગુજરાતના યુવાનોને જરૂરી કૌશલ્યથી સજ્જ કરવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના (MBKVY) અમલમાં મૂકી હતી. ત્યારે મોરબીમાં પહેલી વાર જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA) કોર્સ શરુ કરવામાં આવ્યું છે. જેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના દ્વારા (MBKVY) મોરબીમાં પહેલી વાર જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA) કોર્સ જેમા ૧૦ અને ૧૨ પાસના વિદ્યાર્થીઓ માટે ૧૮ થી ૩૫ વર્ષના ભાઈઓ તથા બહેનોને ગુજરાત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિના મૂલ્યે આપવામાં આવે છે. જેમાં જનરલ ડ્યુટી અસિસ્ટન્ટ (GDA) કોર્સમાં હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ રાખવી, ડોક્ટર અને નર્સને સહાયરૂપ થવું અને મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તકની તાલીમ વિના મૂલ્યે આપવામાં આવે છે. તેમજ સફળતા પૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે અને લિમિટેડ એડ્મિશન 60 બાકી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે સરકારી કેન્દ્રની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે. મોરબી સિવાય બીજા સિટી જેવા કે કલોલ, મહેસાણા, પાલનપુર, હિમતનગર અને રાધનપુરમાં પણ આ કેન્દ્ર અને કોર્સ ચાલુ છે. જો કોઈને કોર્સ કરવો હોય તો આજે જ સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. એડ્મિશન લેવા માટે અરજદારોને આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ ૨ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લઇ જવો જરૂરી છે

(12:43 AM IST)