News of Friday, 31st October 2025
મોરબીમાં સરદાર પટેલ જન્મજયંતીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે એકતા દોડ યોજાશે
સવારે ૭ : ૪૫ કલાકે એકતા દોડ યોજાશે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી એકતા દોડ માં જોડાવવા અનુરોધ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે તા. ૩૧ ઓક્ટોબરના દિવસે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત તા. ૩૧-૧૦-૨૦૨૫ ના રોજ મોરબી જીલ્લામાં એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા પોલીસ અને મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૩૧ ના રોજ સવારે ૭ : ૪૫ કલાકે એકતા દોડ યોજાશે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી એકતા દોડ યોજાશે જેમાં જાહેર જનતાને જોડાવવા આમંત્રણ પાઠવ્યું છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
