News of Friday, 31st October 2025
માળિયાના કોબાવાંઢ સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી સહીત ૫૪,૫૦૦ નો મુદામાલ જપ્ત
પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને ગરમ આથો, ઠંડો આથો, ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૫૪,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાના કોબાવાંઢ સીમમાં રેડ કરી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને ગરમ આથો, ઠંડો આથો, ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૫૪,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી નાસી ગયો હતો જેથી વધુ તપાસ ચલાવી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા (મી.) કોબાવાંઢ સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી સ્થળ પરથી દેહ્સી દારૂ ગાળવાની ભઠ્ઠી મળી આવી હતી પોલીસે સ્થળ પરથી ગરમ આથો ૧૦૦ લીટર કીમત રૂ ૨૫૦૦, દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૧૬૦૦ લીટર કીમત રૂ ૪૦,૦૦૦ દેશી દારૂ જેવું પ્રવાહી ૬૦ લીટર કીમત રૂ ૧૨,૦૦૦ અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૫૪,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી ફારૂક દિલાવર જેડા રહે માળિયા વાળો નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
