News of Friday, 31st October 2025
કચ્છના રાપરમાં રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા ૮૩મો નેત્ર નિદાન સારવાર કેમ્પ: ૪૫ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન
૧૨૫ દર્દીઓની તપાસ કરવા મા આવી જેમાં થી ૪૫ દર્દીઓ ના મોતીયા અને વેલ ના ઓપરેશન રાજકોટ ખાતે હોસ્પિટલ મા વિના મૂલ્યે કરવામા આવશે

વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : દર મહિને ૨૯ તારીખે કચ્છના રાપર મધ્યે દરીયાસ્થાન મંદિર ખાતે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.
તે અન્વયે ૮૩ મા કેમ્પનું આયોજન ઠક્કર લવજીભાઈ માધવજી સોમેશ્વરા પરીવારના યજમાન પદે કરવા મા આવ્યું હતું. જેમાં ૧૨૫ દર્દીઓની તપાસ કરવા મા આવી હતી જેમાં થી ૪૫ દર્દીઓ ના મોતીયા અને વેલ ના ઓપરેશન રાજકોટ ખાતે હોસ્પિટલ મા વિના મૂલ્યે કરવામા આવશે.
આ કેમ્પમાં રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે દરીયાસ્થાન મંદિર ના રસિકભાઈ આદુઆણી શૈલેષ ભીંડે વેલજીભાઇ લુહાર દાનાભાઇ મારાજ નિલેશ પંડીત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ધણા લાંબા સમય થી કચ્છના વાગડ વિસ્તારના છેવાડાના ગામડાના લોકો માટે રાપર દરીયાસ્થાન મંદિર ખાતે દાતાઓ ના સહયોગથી નેત્ર રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.(તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
