News of Friday, 31st October 2025
કચ્છના આદિપુરમાં લીલાશા કુટિયાના મેળા માટે આવેલ સિંધી પરિવારના મહિલાનું અકસ્માતમાં મોત, ૭ ને ઇજા
ટ્રેનમાંથી ઉતરી છકડો રિક્ષામાં બેઠા એ રિક્ષાને ટેન્કરે હડફેટે લીધી :મેળામાં આવવા નીકળેલા પરિવાર ઉપર અકસ્માતના બનાવે માતમ સર્જ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧; કચ્છના આદિપુરમાં યોજાતા લીલાશા કુટિયાના મેળા માટે પરિવાર સાથે આવેલ મહિલાનું અકસ્માતમાં અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. અમદાવાદથી આવેલ ટ્રેનમાં ગાંધીધામ રેલવે સ્ટેશને ઉતર્યા બાદ છકડો રિક્ષામાં બેસી સ્ટેશનના પરિસરની બહાર નીકળતા જ રોડ ઉપર પાછળથી આવતા ટેન્કરે ટક્કર મારી હતી. ટક્કરમાં ભારતીબેન કેશવાણીનું મોત નીપજ્યું હતું જ્યારે છકડા ચાલક સહિત પરિવારના ૭ સદસ્યો ઇજાગ્રસ્ત થયા હતા. મેળામાં આવવા નીકળેલા પરિવાર ઉપર અકસ્માતના બનાવે માતમ સર્જ્યો હતો.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
