<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ઉમરાળા નજીક લક્‍ઝરી બસ અકસ્‍માતમાં બાઈક ચાલક બે યુવાનોના મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૧:..   ઉમરાળા-ધોળા જવાના રસ્‍તા ઉપર મોડી રાત્રીના લક્‍ઝરી બસના ચાલકે પુરપાટ ઝડપે બસ ચલાવી બાઇક લઇને જતાં બે લોકો સાથે ધડાકાભેર અકસ્‍માત કરતા બાઇકમાં સવાર બે લોકો રોડ ઉપરપટકાતા બંન્ને યુવકોના ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યા હતા.

માહિતી મુજબ    એક લક્‍ઝરી બસના ચાલકે ગઢડાના સભાડીયા ગામના બે યુવકોની બાઈક સાથે બસનો ગમખ્‍વાર અકસ્‍માત કર્યો હતો. બસના ચાલકે પુરપાટ ઝડપે બસને હંકારીને બાઇક સવાર બંન્ને યુવકોને અડફેટે લીધા  હતા. ગઢડા તાલુકાના સભાડીયા ગામના વતની યુવરાજસિંહ યોગેન્‍દ્રસિંહ ગોહિલ (ઉ.વ,૨૨) અને ભદ્રરાજસિંહ સુજાનસિંહ ગોહિલ (ઉ.વ.૩૯) નામના બંન્ને યુવકો પોતાનુંબાઇક લઇ જઇ રહ્યા હતા તે વેળાએ સદગુરૂ શિવમ ટ્રાવેલ્‍સના ચાલકે પુરપાટ ઝડપે બસ ચલાવી, બેફીકરાઈથી બાઇક સાથે અકસ્‍માત કરતા બંન્ને યુવકો રોડની કિનારીએ પટકાયા હતા જેમાં બંન્ને યુવકોને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતાં બંન્ને યુવકોના ઘટના સ્‍થળે જ મોત નિપજવા પામ્‍યા હતા. અક્‍સમાતની ઘટના ઘટતા ઉમરાળા પોલીસ મથકનો સ્‍ટાફ તેમજ અન્‍ય વાહન ચાલકો ઈજાગ્રસ્‍તોની હાલતે દોડી આવી, બંન્ને મળતકોને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.

(11:45 AM IST)