<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

વાંકાનેરના માર્કેટ ચોક ખાતે સંત સિરોમણી પૂજય જલારામ બાપાની રર૬મી જન્‍મ જયંતિ પ્રસંગે લાઇવ બુંદી-ગાંઠીયાનું જલારામ ગ્રુપ દ્વારા વિતરણ

‘જય જલીયાણ', ‘કરો સૌનુ કલ્‍યાણ' : ‘રામ કુટીર' બાપાની ઝૂપડી ખાતે વાંકાનેર રઘુવંશી અગ્રણી અને ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી, વાંકાનેર-લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઇ અખેણી, મહાજન ટ્રસ્‍ટી આર. ટી. કોટક, રામધામના ટ્રસ્‍ટી વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાબાર સહિત પાલીકા પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા, વર્તમાન ઉ.પ્રમુખ હર્ષિતભાઇ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ અશ્વિનભાઇ મેઘાણી સહિત મોટી સંખ્‍યામાં આગેવાનો આ સેવા કાર્યમાં ઉપસ્‍થિત

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૩૧ :.. સંત સિરોમણી પરમ પૂજય શ્રી જલારામ બાપાની રર૬ મી જન્‍મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર શહેરના હૃદસમાં એવા માર્કેટ ચોકમાં જલારામ ગ્રુપ તથા ગણેશ ઉત્‍સવ સમિતિ દ્વારા પૂજય બાપાની ઝૂપડી ‘રામ કુટીર' ઉભુ કરી પૂજય બાપાની ભાવ વંદના સાથે ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીની વિષેશ ઉપસ્‍થિતીમાં વાંકાનેર શહેરના તમામ નગરજનો માટે દર્શન - પ્રસાદનો પ્રારંભ દિપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો.

જેમાં હજારો બાપાના ભકતજનો રાહદારી ભાઇઓ-બહેનો અને બાળકોને શુધ્‍ધ ઘીના બુંદી-ગાંઠીયાના પ્રસાદ વિતરણ કરવામાં આવેલ હતો.

આ તકે ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખશ્રી કાકુભાઇ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઇ અખેણી, રઘુવંશી સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશભાઇ નાગ્રેચા, યુવક મંડળના ધર્મેશભાઇ ભીંડોરા, શ્‍યામભાઇ કોટક, ઉ.પ્રમુખ અમિતભાઇ સેજપાલ, પાલીકા ઉ.પ્રમુખ હર્ષિતભાઇ સોમાણી, નિર્માણધીન શ્રી રામધામના ટ્રસ્‍ટી શ્રી વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાબાર, આર. ટી. કોટક, મોરબી જીલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ અશ્વિનભાઇ મેઘાણી, પાલીકા પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા, જલારામ ગ્રુપના જીતેશભાઇ રાજવીર (મુનાભાઇ), રાજભાઇ સોમાણી, ભૌમિક ખીરૈયા, અમીત સેજપાલ, સંજયભાઇ જોબનપુત્રા, વિપુલ કોટક, મહાજન ટ્રસ્‍ટી આર. ટી. કોટક (નિ.  મામલતદાર), પાલીકાના વર્તમાન અને પૂર્વ સદસ્‍યો સહિત બહોળી સંખ્‍યામાં કાર્યકર્તાઓ એ પૂજય બાપાના રંગમાં રંગાઇ તન, મન, ધનથી જોડાઇ જય...જય.. જલારામના જયઘોષ સાથે જોડાઇ સેવા આપવામાં આવી હતી.

જયારે ગ્રીન ચોક, વિસ્‍તારમાં પણ રઘુવંશી મિત્ર મંડળના સંજયભાઇ મજીઠીયા, ભાવેશભાઇ પુજારા, ચંદુભાઇ ભીંડોરા, કેતનભાઇ સોમાણી, સહિતના રઘુવંશી  આગેવાનો દ્વારા પણ પૂજય બાપાના જન્‍મ જયંતિ નિમિતે બુંદી-ગાંઠીયાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

(11:10 AM IST)