<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

૧.૬૦ લાખના ચેક રીર્ટન કેસમાં જીઇબીના કર્મચારીને ૧ વર્ષની સજાનો ગોંડલ કોર્ટનો હુકમ

સમાધાન પેટેના બાકીના ર૦ હજાર ન ચુકવતા કોર્ટે સજા ફટકારી : એડવોકેટ જયદેવસિંહ આર.ઝાલાની દલીલો-રજુઆતો માન્‍ય રખાઇ ચેક રીર્ટન કેસમાં સમાધાન પેટે અમુક રકમ ભરી બાદમાં ન્‍યાયની પ્રક્રિયાને ખોરંભે પાડવાની વળતિ સામે દાખલારૂપ સજા આપવી જરૂરી : કોર્ટ

રાજકોટ, તા., ૩૧ : ચેક રીર્ટન કેસમાં પીજીવીસીએલના કર્મચારીને ૧ વર્ષની કેદની સજા ગોંડલ કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી નરેન્‍દ્રસિંહ અજીતસિંહ ઝાલા રહે.ગુંદાળા, ગોંડલએ PGVCL માં ફરજ બજાવતા ઘનશ્‍યામસિંહ કિરીટસિંહ ચુડાસમા રહે.રાજકોટવાળાને ૧.૬૦ લાખ મિત્રતાના દાવે હાથ ઉછીના આપેલ હતા. આરોપીએ લીધેલ લેણી રકમ ચુકવવામાં નિષ્‍ફળ જતા આરોપીએ કાયદેસરનું દેવું અને જવાબદારી કબુલ રાખી તેઓની ખાતાવાળી બેંકનો રૂા. ૧,૬૦,૦૦૦/- ચેક ફરીયાદી નરેન્‍દ્રસિંહ ઝાલાને આપેલ અને જણાવેલ કે સદર હું ચેક બેંકમાં કલીયર કરાવશો તો તમોને તમારી લેણી રકમ મળી જશે જેથી ફરીયાદીએ આરોપીએ આપેલ ચેક પોતાની બેંકમાં જમા કરાવતા સદરહું ચેક એકાઉન્‍ટ બ્‍લોકને કારણે પરત ફરેલ હતો. જેથી ફરીયાદીએ વિગતવાર કાયદા મુજબની નોટીસ મોકલેલ હતી જે નોટીસ બજી ગયેલ. બાદમાં સદરહું રકમ PGVCL માં ફરજ બજાવતા આરોપી ઘનશ્‍યામસિંહ ચુડાસમાએ પરત ન આપતા ફરીયાદી નરેન્‍દ્રસિંહ ઝાલાએ ગોડલ કોર્ટમાં નેગો.ઈન્‍સ્‍ટ્રુ.એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કેસ કોર્ટમાં ચાલતા આરોપીએ લેણું સ્‍વીકારી સમાધાન કર્યું હતું અને બાકીના ૨૦ હજાર ન ચુકવતા ફરીયાદીના એડવોકેટ જયદેવસિંહ ઝાલાએ એવી રજુઆત કરેલ હતી કે, ચેક રીર્ટન કેસમાં આરોપી સમાધાન પેટે અમુક રકમ ભરી બાદમાં ન્‍યાયની પ્રક્રિયાને ખોરંભે પાડે છે જેથી સમાજમાં દાખલો બેસાડવા આરોપીને વધુમાં વધુ સજા કરવા દલીલો અને રજુઆતો કરી હતી જે ધ્‍યાને લઈ ગોંડલના મહે. જયુડી.મેજી.એ આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની કેદની સજા ફટકારી હતી તેમજ ૧ માસમાં બાકીની રકમ આરોપી ભરપાઈ કરી ન આપે તો વધુ ૧ માસની કેદની સજાનો આરોપીને હકુમ કરેલ હતો.

આ કામમાં ફરીયાદી નરેન્‍દ્રસિંહ ઝાલા વતી, રાજકોટ ઝાલા લો ફર્મના યુવા એડવોકેટ જયદેવસિંહ રાજેન્‍દ્રસિંહ ઝાલા તેમજ એડવોકેટ અજીત પરમાર, હુસૈન હેરંજા, ગોંડલના મીતાબેન ખેતીયા રોકાયેલ હતા.

(11:17 AM IST)