<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ધ્રાંગધ્રા નજીક પાવરગ્રીડ કંપનીના વાહન સાથે બાઇક અથડાતા ચાલકનું મોત

સેફટીના બોર્ડ લગાવ્‍યા વગર ટ્રેકટર રસ્‍તા પર ઉભુ રાખી કામગીરી કરતી વેળાએ સર્જાયો

વઢવાણ, તા. ૩૧: ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામ નજીક વીજપોલનું કામ ચાલી રહેલી પાવરગ્રીડ કંપનીની બેદરકારી એક બાઇકચાલકના જીવ પર ભારે પડી રોડ પર કોઈ પણ પ્રકારની ચેતવણી વગર ઉભા રાખેલા ટ્રેક્‍ટર સાથે મોટરસાયકલ અથડાતા એક વ્‍યક્‍તિનું મોત થયું છે. વિગત મુજબ, ધ્રુમઠ ગામ નજીક પાવરંગ્રીડ કંપનીના કર્મચારીઓ વીજપોલનું કામ કરી રહ્યા હતા.

કામ દરમિયાન કંપનીના ટ્રેક્‍ટર અને જનરેટર સિંગલ પટ્ટી રોડના વચ્‍ચોવચ ઊભા રાખવામાં આવ્‍યા હતા, પરંતુ કામગીરીની જાણકારી માટે કોઈપણ પ્રકારના સેફટી બોર્ડ, ચેતવણી ચિホ કે બેરિકેડ લગાવવામાં આવ્‍યા ન હતા. તે સમયે ધ્રાંગધ્રા તરફથી પસાર થનાર ઈસ્‍માઈલભાઈ જુસબભાઈ સિપાઈ પોતાની મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. રોડ વળાંક પર હોવાને કારણે તેમને ટ્રેક્‍ટર દેખાઈ ન શકતાં તેમની મોટરસાયકલ સીધી જ ટ્રેક્‍ટર સાથે અથડાઈ.  મળતકના કૌટુંબિક ભત્રીજા આશિફભાઈ રસુલભાઈ સિપાઈએ પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

(1:41 PM IST)