<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ઉના-ગીરગઢડા પંથકમાં ચોમાસુ પાક નિષ્‍ફળઃ અર્જુનભાઇ અને પ્રધ્‍યુમનભાઇએ અસરગ્રસ્‍ત ખેતરોની મુલાકાત લીધી

બન્‍ને મંત્રીઓ સાથે ધારાસભ્‍ય કાળુભાઇ અને આગેવાનો જોડાયાઃસુકવેલી મચ્‍છીનો જથ્‍થો સડી ગયોઃ રાહત પેકજ આપવાની ખાતરી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૩૧: ઉના અને ગીર ગઢડા પંથકમાં કમોસમી ભારે વરસાદથી ચોમાસુ પાક સદંતર નિષ્‍ફળ ગયેલ છે. કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા અને પ્રધ્‍યુમનભાઇ વાજાએ કમોસમી વરસાદથી પાકને નુકશાન થયેલા ખેતરોની મુલાકાત લઇને પરિસ્‍થિતિ જાણી હતી, અને રાહત પેકજ આપવા ખાતરી આપી હતી.

ઊના ગીર ગઢડા તાલુકામાં કમોસમી ભારે વરસાદ વરસી જતા ચોમાસું પાક સદંતર નિષ્‍ફળ ગયો હોય બંદરો ઉપર સૂકવેલ સૂકી મચ્‍છી વરસાદ માં સડી જતા સાગર ખેડુ ને ખાસ રાહત પેકેજ આપવા માગણી ઉઠી છે.

ઊના અને ગીર ગઢડા તાલુકામાં ત્રણ દિવસ કમોસમી વરસાદ જોરદાર ૧૨ ઇંચ થી વધુ વરસી જતા અને ભારે પવન થી બન્ને તાલુકા ના ખેતરો માં પાણી ભરાઈ જતા માંડવી અને કપાસ, કઠોળ, સોયાબીન, બાગાયતી પાકો બગડી ગયા છે. અને ખેડૂતો નો ચોમાસુ પાક સંપૂર્ણ નિષ્‍ફળ ગયો છે. ખેડૂતો  કપરી સ્‍થિતિ માં મુકાઈ ગયો હોય રાહત ની આશા રાખેલ છે.

ખેતી ના પાક ની નુકશાની નો સર્વે કરવા ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અર્જુન ભાઈ મોઢવાડીયા, પ્રદ્યુમન ભાઈ વાજા મુલાકાતે આવતા ઊના ના ધારાસભ્‍ય કાળુભાઈ રાઠોડ અને આગેવાનો એ અસર ગ્રસ્‍ત વિસ્‍તાર ની મુલાકાત લઈ લોકો સાથે સવાદ કરેલ તેમજ ઊના તાલુકા ના દરિયા કાંઠે આવેલ નવાબંદર, સિમર બંદર, સૈયદ રાજપરા બંદરે ભારે વરસાદ ને કારણે સૂકવેલી મચ્‍છી પલળી જતા લાખો રૂપિયાનું નુકશાન ગયુ હોય માછી માર લોકો ને પણ ખાસ પેકેજ આપવા રજૂઆત કરવામાં આવી હતી. બન્‍ને મંત્રી ઓ એ કહેલ કે રાજ્‍ય સરકાર થોડા દિવસોમાં નુકશાની નો સર્વે કરી ખાસ પેકેજ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

(11:21 AM IST)