તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 31st October 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા યથાવતઃ ઠંડા પવનના સુસવાટા
અનેક જગ્યાએ વરસતો હળવો-ભારે વરસાદ : મિશ્ર ઋતુનો માહોલ બરકરાર

રાજકોટ, તા., ૩૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા યથાવત છે અને પવનના સુસવાટા ફુંકાઇ રહયા છે. અનેક જગ્યાએ હળવો ભારે વરસાદ વરસી જાય છે અને મિશ્ર ઋતુનો માહોલ બરકરાર છે.
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામાં સતત વરસાદ પડ્યો હતો. જિલ્લામાં મહુવામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ પાલીતાણામાં પોણા બે અને સિહોરમાં દોઢ ઇંચ , ઘોઘા માં એક, ભાવનગર શહેરમાં પોણો ઇંચ અને જેસરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
કમોસમી વરસાદે ભાવનગર જિલ્લામાં ખેડૂતોની હાલત ખરાબ કરી છે. સમગ્ર જિલ્લામા વરસાદ પડ્યો હતો. હજુ પણ વરસાદની આગાહી હોય ખેડૂતો અને લોકો પરેશાન થઈ રહ્યા છે.
આજે સવારના ૬ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલભીપુરમાં ૮, ઉમરાળા ૭, ભાવનગર શહેરમાં ૧૨૦, ઘોઘા ૩૫, સિહોર ૩૫ ,પાલીતાણામાં ૩૬, તળાજામાં ૭૭, મહુવામાં ૮૧ અને જેસરમાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો છે.
હજુ પણ ત્રણ દિવસ વરસાદની આગાહી છે.
સિહોરનો ગોતમેશ્વર
તળાવ પણ ઓવરફલો
ભાવનગરના સિહોર શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકને ધમરોળ્યું હતું. જેને કારણે સિહોરના હાર્દ સમાન ગૌતમેશ્વર તળાવ આ વરસે ૧૩મી વખત ઓવરફલો થયું હતું. અને તેના ૨૫ દરવાજા ખૂલી ગયા હતા. જ્યારે ખોડિયાર તળાવ પર છલોછલ ભરાઇ ગયું હતું. તેના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. ૧૭ વર્ષના લાંબા સમયગાળા પછી ખોડિયાર તળાવ ઓવરફલો થયું હતું.
માલણ, રોજકી ઓવરફલો
થતા માલણ નદી બે કાંઠે
મહુવા પાસેના માલણ, રોજકી ડેમ ઓવર ફલો થતા માલણ નદી બે કાંઠે વહી રહી છે. જો રોજકી ડેમમા વધુ પાણીની આવક થશે. અને ઉપરવાસ વધુ વરસાદ પડશે તો રોજકી ડેમમાથી આવતુ પાણી મહુવા શહેરના નીચાણ વાળા વિસ્તારમાં ફરી ઘુસી જાય તેવી શકયતાઓ છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રર ડીગ્રી, મહતમ તાપમાન ર૮ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૯૧ ટકા, પવનની ગતી ૯.પ કી.મી. રહી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
