News of Friday, 31st October 2025
ધારીના જલજીવડીમાં બાથરૂમમાં પડી જવાથી રમેશભાઇ મકવાણાનું મોત
સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૩૧: અમરેલીના ધારી તાબેના જલજીવડી ગામે રહેતાં રમેશભાઇ ગોરધનભાઇ મકવાણા (ઉ.વ.૫૭) ગત સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરના બાથરૂમમાંથી નીકળતાં હતાં ત્યારે ચક્કર આવતાં પડી જતાં ઇજા થતાં બેભાન થઇ ગયા હતાં. તેમનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. રમેશભાઇને પ્રથમ અમરેલી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ વેલહી સવારે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે અમરેલી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રમેશભાઇ ફેબ્રીકેશનનું કામ કરતાં હતાં. તે ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
