<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

પિતાએ કામધંધો કરવા ઠપકો આપતાં ધ્રાંગધ્રા ગોપાલગઢના ૧૮ વર્ષના સુજનનો આપઘાત

યુવાને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૩૧: ધ્રાંગધ્રામના ગોપાલગઢ ગામે રહેતાં સુજલ શંભુભાઇ લોદરીયા (ઉ.વ.૧૮) ૨૮મીએ રાતે નવેક વાગ્‍યે વાડીએ ઝેરી દવા પી જતાં ધ્રાંગધ્રા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ રાતે તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.આપઘાત કરનાર સુજબલ એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો. તે હાલ કંઇ કામ કરતો નહોતો. તેના પિતા ખેત મજૂરી કરે છે. પિતાએ તેને કામધંધો કરવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગતાં આ પગલુ ભરી લીધાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે જાણ કરતાં ધ્રાંગધા પોલીસે કાર્યવાહી કરી હતી. 

 

(11:50 AM IST)