News of Friday, 31st October 2025
જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા પાસેથી ૩૦ લાખની ખંડણી માંગનાર બે આરોપી ઝડપાયા
૩૦ લાખની ખંડણી માંગેલ અને હોશિયારી કરતો નહીં અને ગુજરાત પોલીસ મારૂ કાંઇ બગાડી શકશે નહીં તેમ ધમકી ભર્યા કોલ તથા મેસેજો કરી રૂા.૫ લાખનું આંગડીયું કરી આપવાનું કહયુ'તુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૧: ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા પાસેથી ૩૦ લાખની ખંડણી માંગનાર ૨ આરોપીને ગણતરીના કલાકમાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઇ તા.૨૬/૧૦/૨૦૨૫ના રોજ બપોરના અરસામાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા નાઓના વોટસએપમાં આવેલ નંબર અને અપશબ્દો બોલી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ.૩૦ લાખની ખંડણીની માંગણી કરેલ. ત્યારબાદ ફરી વખત અજાણ્યા મો. નંબર થી પ્રથમ ૩૦ લાખની ખંડણી માંગેલ અને હોશિયારી કરતો નહીં અને ગુજરાત પોલીસ મારૂ કાંઇ બગાડી શકશે નહીં. તેમ ધમકી ભર્યા કોલ તથા મેસેજો કરી રૂા.૫ લાખનું આંગડીયું કરી આપવાનું કહેલ અને આ અજાણ્યા મોબાઇલ નંબરો પરથી સતત ખંડણીની માંગણી ચાલુ રાખેલ હોય. જે અંગે જુનાગઢ બી-ડીવી. પો.સ્ટે. ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૮(૪), ૩૫૧(૩), ૩૫૧(૪), ૫૪(૧) મુજબનો ગુનો રજી. થયેલ હોય.
જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા , જુનાગઢ વિભાગ, જુનાગઢ તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, જુનાગઢનાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ઘોધલ્યા, જુનાગઢ શહેર વિભાગ, જુનાગઢનાઓની સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ. દ્વારા ટેકનીકલ અને (હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ કરતા મુખ્ય આરોપી તરીકે સમીર બ્લોચ રહે. (હાલ) કોંગો, સાઉથ આફ્રીકા (મુળ) ચિત્રાવડ તા. તાલાલા જી.ગીરસોમનાથ વાળો તથા તેના સાગરીતો રોનક ઠાકુર રહે. અમદાવાદ તથા ઇમરાન ઉર્ફે જોન રહે.વેરાવળ વાળાઓ સંડોવાયેલ હોવાની હકિકત મળતા અલગ-અલગ ટીમો બનાવી તે દિશામાં તપાસ કરતા સમીર બ્લોચના બંને સાગરીતો મળી આવતા હસ્તગત કરી જુનાગઢ બી-ડીવી. પો.સ્ટે. આગળની કાર્યવાહી માટે સોપવામાં આવેલ છે.
( ૧) ઇમરાન ઉર્ફે જોન નુરમહમદભાઇ સિમારી રહે. વેરાવળ સામે ફ. ગુ.ર.નં. ૪૩/૨૦૧૩ ઇ.પી.કો. ક.૩૯૭,૩૦૭ વિગેર મુજબૂ વેરાવળ સીટી સે.ગુ.ર.નં. ૩૧૯૩/૨૦૧૪ ઈ.પી.કો. ક.૫૦૬(૨), ૫૦૪ વિગેર મુજબ(૨) રોનક રાજુભાઇ ઠાકોર રહે. અમદાવાદ ભાડચ ઠાકોર વાસ, અલજી પલજી ઠાકોર વાસની ધરપકડ કરી છે.
પકડવાનો બાકી આરોપી તથા ગુનાહિત ઇતિહાસ સમીર ગાલીફભાઇ રીંગબ્લોચ રહે.(મુળ) ચિત્રાવડ તા.તાલાલા જી.ગીર સોમનાથ (હાલ) કોંગો સાઉથ આફ્રીકા ગીરસોમનાથના તાલાલા પો.સ્ટે. ગુ.ર.નં.સે.૦૦૧૩/૨૦૧૫ આઈ.પી.સી. ક. ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કે.એમ.પટેલ તથા બી-ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. એ.બી.ગોહિલ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઈ. પી.કે. ગઢવી, ડી.કે. ઝાલા, ડી.કે. સરવૈયા તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, સરમણભાઇ સોલંકી, પો.હેડ.કોન્સ. ભરતભાઈ ઢોલા, સાહિલભાઈ શમા, ભરતભાઈ સોલંકી, જયદિપભાઈ કનેરીયા, પોલીસ કોન્સ. ભુપતસિંહ સિસોદીયા, ચેતનસિંહ સોલંકીએ કરી છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
