News of Friday, 31st October 2025
ગિરનારના ૨૫૦૦ પગથિયાએથી પટકાતા અજાણ્યા યુવકનું મૃત્યુ
મરનાર શોર્ટકટ મારી ગિરનારની યાત્રા કરી રહ્યો હતો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૧ : ગિરનાર પર્વતના ૨૫૦૦ પગથિયાએથી પટકાતા એક અજાણ્યા યુવકનું મળત્યુ થયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ અંદાજે ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરનો આ યુવક શોર્ટકટ મારી ગિરનારની યાત્રા કરી રહ્યો હતો તેમાં તેનું ૩૨૦૦ પગથિયાથી નીચે ૨૫૦૦ પગથિયા પટકાતા પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ ઘટનાને નજરે નિહાળેલ એવા ૨૫૦૦ પગથીએ દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામીએ આ યુવાનને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ એટલી બધી ઊંચાઈ હતી પટકાયો હતો. જેના કારણે ગંભીર ઈજા થવાથી મોતને ભેટયો હતો.
ગઈકાલ સાંજના ચાર સાડા ચાર વાગ્યાની આ ઘટનાની વન વિભાગ અને પોલીસને જાણ કરતા અને પોલીસે ઘટના સ્થળે લઈ યુવકના મળતદેહને ડોળી મારફત પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડયો હતો યુવાન પાસેથી કોઈ આઈડી કાર્ડ કે કોઈ પ્રુફ કે મોબાઈલ કશું મળી આવેલ નથી.
બીજા યાત્રિક કોઈ એવું કહ્યું હતું કે, મરનાર યુવાન આડેધડ પથ્થરો ઉપર ચડીને ઉપર જતો હતો. શોર્ટકટમાં પગ લપસતા ઊંચાઈથી નીચે પટકાતા મોતને ભેટયો હતો. પોલીસે મરનાર યુવાનની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.(૨.૯)
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
