તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
જેતપુરના કનુભાઇ મનાતરનું હૃદય બેસી જતાં મોત
સારવાર દરમિયાન રાજકોટમાં અંતિમ શ્વાસ લીધા

રાજકોટ તા. ૩૧: જેતપુરમાં ધાણીજના પૂલ પાસે સામા કાંઠે રહેતાં કનુભાઇ નાજાભાઇ મનાતર (ઉ.વ.૫૮)ને ઘરે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
રબારીકાના નાલા પાસે ધાણીજના પૂલ નજીક રહેતાં કનુભાઇ ૨૭મીએ ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ચાલુ થતાં જેતપુર અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કનુભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. કનુભાઇ સાડીના કારખાનામાં નોકરી કરતાં હતાં. વધુ તપાસ જેતપુર પોલીસ કરશે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
