<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

મોરબીમાં પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે.

કાર્યક્રમની તારીખોમાં નજીવો ફેરફાર :મહોત્સવ ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન યોજાશે: શુભારંભ ૩ નવેમ્બરે સાંજે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં નજીવો ફેરફાર મહોત્સવ ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન યોજાશે શુભારંભ ૩ નવેમ્બરે સાંજે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

    અણધાર્યા કમોસમી વરસાદને કારણે મુલાકાતીઓને મુશ્કેલી ન પડે અને તેમની સગવડ સારી રીતે સચવાય રહે એ ધ્યાનમાં રાખીને પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ મહોત્સવ ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન યોજાશે. આપ સૌને નવી તારીખોની નોંધ લેવા વિનંતી.
   મહોત્સવનો શુભારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ૩ નવેમ્બર સોમવારે સાંજે રહેશે જેમાં ગુજરાતના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મહોત્સવ નિમિત્તે ખાસ ઊભી કરવામાં આવેલી “જોવા જેવી દુનિયા” ની મુલાકાત ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી લઈ શકાશે.

(6:57 PM IST)