<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

રાજુલા પંથકમાં ભારે વરસાદને પગલે ધાતરવડી-2 ડેમના એક સાથે 10 દરવાજા ખોલાયા

નીચાણ વાળા નદીકાંઠાના ગામડાને એલર્ટ આપ્યું: નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારની મુશ્કેલી વધી શકે

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ભારે વરસાદને પગલે, ધાતરવડી-2 ડેમમાં એક સાથે 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ધાતરવડી- 2 ડેમ  5400 ક્યુસેક ઉપરાંતની પાણીની આવક શરૂ થઈ છે. નીચાણ વાળા નદીકાંઠાના ગામડાને એલર્ટ આપ્યું છે. ખાખબાઈ, હિંડોરણા, ઉછેયા, ભચાદર, વડ, રામપરા, ભેરાઇ, કોવાયા સહીત નદી કાંઠે આવતા ગામડાના લોકોએ સાવચેત રહેવા તાકીદ કરાઈ છે. ડેમના દરવાજા ખોલાતા ફરીવાર ધાતરવડી નદીમાં ધસમસતો પ્રવાહ આવશે. નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારની મુશ્કેલી વધી શકે છે.

(7:27 PM IST)