News of Friday, 31st October 2025
ખેડૂતોના ખેતરમાં કમોસમી વરસાદમાં થયેલ નુકસાનનીનો કેબિનેટ પ્રધાન કુવરજીભાઈ બાવળીયાએ તાગ મેળવ્યો
જસદણ, આટકોટ, પાંચવડા, જીવાપર, ભાંડલા, ભંડારીયા, વિરપર, દહીસરા સહિતના ગામોના ખેતરની મુલાકાત લીધી

રાજકોટ : ખેડૂતોના ખેતરમાં કમોસમી વરસાદમાં થયેલ નુકસાનનીનો કેબિનેટ પ્રધાન કુવરજીભાઈ બાવળીયાએ તાગ મેળવ્યો હતો. ખેડૂતોના કપાસ, મગફળી, જુવાર વગેરે પાકોમાં થયું છે ભારે નુકશાન. જસદણ, આટકોટ, પાંચવડા, જીવાપર, ભાંડલા, ભંડારીયા, વિરપર, દહીસરા સહિતના ગામોના ખેતરની મુલાકાત લીધી હતી. ખેડૂતોના ખેતરમાં મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવાનો આદેશ કર્યો છે એક બે દિવસમાં સર્વે કરવાની સૂચના અપાય ગઈ છે. વિગતવાર સર્વે થાય તે પ્રકારની સૂચના સર્વે કરનાર ટિમ આપશે. ખેડૂતોના આર્થિક નુકશાન બાબતે જેટલી મદદ થઈ શકે તેટલી મદદ કરવા કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને ધ્યાન બાબત મુકશે તેમ અસરગ્રસ્ત ખેડૂતોને કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
