<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

કાલાવડ ગ્રામ્યમાંથી ગયેલ મોબાઇલ ફોન CEIR પોર્ટલના માધ્યમથી ટીમો બનાવી રીકવર કરી અરજદારોને પરત અપાવતી કાલાવડ ગ્રામ્ય પોલીસ

તેરા તુજકો અર્પણ અંતર્ગત કુલ 7 મોબાઈલ ફોન કિંમત 88498 જેટલી રકમના મોબાઈલ અરજદારોને પરત સોંપાયા

જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈનીનાઓએ તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા જામ ગ્રામ્ય વિભાગનાઓ ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કરવા સુચન આપેલ હોય જે અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પી.જી.પનારા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી CEIR પોર્ટલની મદદથી રીક્વર કરેલ અને મોબાઇલ ફોનના મુળ માલીકની ખરાઇ કરી તેઓને પરત સોપી આપવામા આવેલ છે.

"તેરા તુજકો અર્પણ”
શોધી કાઢેલ મોબાઇલ ફોનની વિગત
(૧) યશપાલભાઇ બાબરીયા (રહે.મકરાણી સણોસરા તા.કાલાવડ જી.જામનગર ) મોબાઇલ ફોન કી.રૂ.કી.રૂ.૧૩૫૦૦/-
(ર) બાવનજીભાઇ કરમશીભાઇ પાંભર (રહે. મુળીલા ગામ તા.કાલાવડ જી.જામનગર ) મોબાઇલ ફોન કી.રૂ.કી.રૂ.૧૧૬૯૯/-
(3) મચ્છાભાઇ જાપડા( રહે.ધુડશીયા તા.કાલાવડ જી.જામનગર )મોબાઇલ ફોન કી.રૂ.કી.રૂ.૧૪૯૯૯/-
(૪) મનસુખભાઇ મેનપરા (રહે.મોટાવડાળા તા.કાલાવડ જી.જામનગર) મોબાઇલ ફોન કી.રૂ.કી.રૂ.૧૨૫૦૦/-
(૫) સચીનભાઇ અજુડીયા (રહે.રામપર રવશીયા તા.કાલાવડ જી.જામનગર ) મોબાઇલ ફોન કી.રૂ.કી.રૂ.૧૩૮૦૦/-
(S) મનસુખભાઇ સભાયા ( રહે મોટી માટલી તા.કાલાવડ જી.જામનગર )મોબાઇલ ફોન કી.રૂ.કી.રૂ.૧૦૦૦૦/-
(૭) નીકુલભાઇ સનાભાઇ નાયક (રહે. મોટીનાગાજર તા.કાલાવડ જી.જામનગર મુળ રહે પંચમહાલ) મોબાઇલ ફોન કી.રૂ. કી.રૂ.૧૨૦૦૦/-

એમ કુલ ૭ મોબાઇલ ફોન કીમત રૂપીયા ૮૮૪૯૮/- જેટલી રકમના મોબાઇલ ફોન અરજદારઓને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરીને પરત સોપવામાં આવેલ છે.

(9:45 PM IST)