News of Friday, 31st October 2025
ધોરાજીનાં પાટણવાવના વડોદર ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટર ધવલ બગથરિયા ઝડપાયો
બનાવટી તબીબ પાસેથી જુદી-જુદી જાતની એલોપેથિક દવાઓનો જથ્થો રોકડ રકમ મળીનેં જેની કુલ કિંમત રૂપિયા 52,729 કબજે કર્યો

રાજકોટ જિલ્લા ગ્રામ્ય SOG બ્રાન્ચે ધોરાજીનાં પાટણવાવ ગામનાં વાડોદર ગામે પેટ્રોલિંગ દરમિયાન બોગસ ડૉક્ટર એવા ધવલ વિનોદ બગથરિયા ( ઉ 44 રહે. જૂનાગઢ )ને પકડી પાડયો હતો. ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવટી તબીબ પાસેથી જુદી-જુદી જાતની એલોપેથિક દવાઓનો જથ્થો રોકડ રકમ મળીનેં જેની કુલ કિંમત રૂપિયા 52,729 કબજે કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લામાં આવેલા પાટણવાવના વાડોદર ગામમાં ઘણા સમયથી તબીબી પ્રેક્ટિસ કરતા નકલી ડૉકટરને રાજકોટ ગ્રામ્ય પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન ઝડપાયો હતો. આ મુન્નાભાઈ એમબીબીએસ એવા ધવલ વિનોદ પાસેથી વિવિધ દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બોગસ ડૉક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરીને પાટણવાવ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આવાં ડિગ્રી વગરની પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરો જો હજુ તપાસ આજુબાજુના વિસ્તારોમાં કરવામાં આવે તો આવાં ડિગ્રી વગરનાં લેભાગુ તબીબો મળી શકે તેમ છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
