<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે દેવદિવાળી ઉજવાશેઃ તુલસીજી અને ઠાકોરજીના વિવાહ

આજે અને કાલે ર દિવસ એકાદશી પર્વ ઉજવાશેઃ ગામે-ગામ તુલસી વિવાહના આયોજનો

રાજકોટ તા.૧: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે તુલસી વિવાહ સાથે દેવ-દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવશે. આજે ૧ નવેમ્‍બરને શનિવારે સવારે ૯:૧૧ કલાક થી એકાદશી તિથિનો પ્રારંભ થાય છે, જે રવિવારે સવારના ૭:૩૦ સુધી જ એકાદશી તિથિ છે. રવિવારે બારસ તિથિનો ક્ષય હોવાથી પંચાંગ પ્રમાણે શિવપંથી(સ્‍મત)ની દેવદિવાળી શનિવારે છે, જ્‍યારે વૈષ્‍ણવ પંથના લોકો (ભાગવત)ની દેવ દિવાળી રવિવારે છે. પંચાંગમાં જણાવ્‍યા પ્રમાણે જો ૫૬ ઘડીનો વેધ લાગતો હોય તો વૈષ્‍ણવપંથના લોકોએ બીજે દિવસે અગિયારસ કરવી, ઘણી જગ્‍યાએ કળષ્‍ણ ભગવાનની હવેલીમાં રવિવારે દેવ દિવાળી મનાવાશે. દેવદિવાળીમાં વિષ્‍ણુ ભગવાનનું ખાસ પૂજન કરવામાં આવે છે. દેવતાઓની દિવાળી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે. શાલિગ્રામ વિષ્‍ણુ ભગવાનનુ સ્‍વરૂપ  હોવાથી ભગવાનની મહાપૂજા કરવામાં આવે છે.

દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ  કહેવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્‍ટ્રમાં દેવ દિવાળી કારતક સુદ અગિયારસના દિવસે મનાવવામાં આવે છે. જ્‍યારે દેશમાં ઘણી  જગ્‍યાએ કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે. દેવ દિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંત થાય છે એવી માન્‍યતા  છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે તથા સો રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે તથા બધા જ પાપ નાશ પામે છે. તેવું સાન્‍યાર શાષાી રાજદીપ જોશી જણાવે છે.

ભીમળદેવ

તાલાલા તાલુકાના ભીમદેવળ ગિર ગામની બાજુમાં તાલાલા પ્રાચી રોડ ઉપર આવેલા ભુલેશ્વર મહાદેવના સાન્નિધ્‍યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીવિષ્‍ણુ અને ભગવતી શ્રી તુલસીજીના વિવાહનો મંગલ પ્રસંગ ખુબ જ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ તુલસી વિવાહના પાવન પ્રસંગોમાં મંડપ રોપણ અને તા.૨ને રવિવારના રોજ સાંજે ૪-૩૦ ક્‍લાકે જાન આગમન (ઠાકોરજીની પધરામણી) તેમજ રવિવાર સાંજે તુલસી વિવાહ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કર્યું છે. જ્‍યારે રવિવારના રાત્રીના નામાંક્‍તિ ટપા મંડળીના કલાકારો ટપાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જ્‍યારે આ મંગલ પ્રસંગોના યજમાનોમાં તુલસી માતાજીના મુખ્‍ય યજમાન ટપુભાઈ વિરાભાઈ રાઠોડ (ગુંદાળા) તેમજ ઠાકોરજીના મુખ્‍ય યજમાન રમેશભાઈ કુંભાભાઈ પંપાણીયા મુ.તાલાલા વાળા રહેશે. આ સમગ્ર તુલસી વિવાહનું આયોજન ભુલેશ્વર મહાદેવ જગ્‍યાના મહંત કમલા શરણદાસ ફલાહારી તેમજ ભક્‍તોગણ દ્વારા કરવામાં આવ્‍યું છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં ફ્રેન્‍ડસ ગ્રુપ, ભરતનગર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્‍ય તુલસી વિવાહનુ આયોજન કરવામાં આવ્‍યું છે. તા.૨/૧૧/૨૦૨૫ રવિવારે શુભ સ્‍થળ શ્રીનાથજી રોડ, મઢુલી પાન પાસે, ભરતનગર ખાતે રંગેચંગે વિવિધ વિધી જેવી કે મંડપ મુહુર્ત સવારે ૧૦:૩૦ કલાકે સરવૈયા મયુરીબેન જયદીપભાઈ કીરણભાઈના ઘરે કૌશલ્‍યા પાર્ક, પ્‍લોટ નં.૫૦, ભરતનગર ખાતે અને બહેનો માટે પુજન વિધી બપોરે ૩:૩૦ કલાકે લગ્ન સ્‍થળે તથા ભગવાનશ્રી લાલજી મહારાજનો વરઘોડો ત્રંબકેશ્વર મહાદેવ મંદીર, શિવનગર, ભરતનગરથી ચડશે. હસ્‍તમેળાપ રાત્રે ૮:૩૫ કલાકે લગ્ન ગીત તથા શરણાઈના સુર સાથે ઉજવાશે. લગ્નવિધી શૈલેષભાઈ આર. જોશી દ્વારા કરાવવામાં આવશે. તુલસી વળંદા વિવાહ વૈકુંઠવાસી શ્રી ઠાકોરજી મહારાજ સહ કારતક સુદ-૧૧ ના રોજ નિરધારેલ હોય કન્‍યા પક્ષે સરવૈયા મયુરીબેન જયદીપભાઈ કીરણભાઈ તથા વર પક્ષે  અનિલભાઈ ત્રિવેદી પ્રમુખ શિવનગર વિકાસ મંડળ, ત્રંબકેશ્વર મહાદેવ મંદીર દ્વારા લ્‍હાવો લીધેલ છે. ઉપરોકત તુલસી વિવાહમાં ઉપસ્‍થિત રહેવા  ધર્મેન્‍દ્રભાઈ મહેતા પુર્વ ઉપાધ્‍યક્ષ શહેર ભાજપ ડિરેકટરશ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક તથા ફ્રેન્‍ડસ ગળપ ભરતનગરનુ શહેરીજનોને હાર્દિક આમંત્રણ છે. તુલસી વિવાહ સંતો-મહંતો, સામાજીક તથા રાજકીય આગેવાનોની ઉપસ્‍થિતીમાં ઉજવાશે.

(2:57 PM IST)